Health Tips : મેથીના દાણા જ નહીં પરંતુ મેથીનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

|

Jul 22, 2021 | 8:48 PM

મેથીના દાણામાં વિટામિન અને મિનરલ ભરપૂર હોય છે. તે ફક્ત આપણા આહારનો સ્વાદ જ વધારતા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

Health Tips :  મેથીના દાણા જ નહીં પરંતુ મેથીનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
મેથીનું પાણી સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Follow us on

મેથીના (Fenugreek) દાણાનો ઉપયોગ સામાન્ય રીતે ખાવામાં કરવામાં આવે છે. આપણા ખોરાકમાં સ્વાદ વધારવા સિવાય મેથીના દાણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મેથીના દાણામાં વિટામિન અને મિનરલ ભરપૂર હોય છે. મેથીના દાણા તમારી ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. કરી અને શાક સિવાય તમે મેથીનું પાણી (Fenugreek Seeds Water )પણ પી શકો છો. આવો જાણીએ મેથીના પાણીના ફાયદા શું છે અને તેને કેવી રીતે બનાવી શકાય.

મેથીનું પાણી તૈયાર કરવાની રીત :

એક પેનમાં મેથી નાખીને શેકી લો. આ બાદ થોડો સમય માટે થનાડુ થવા દો. હવે આ દાણાને મિક્સરમાં નાખીને જીણો ભૂકો કરી લો.
એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મેથીનો પાઉડર નાખો અને મિક્સ કરો. આ રીતે મેથીનું પાણી તૈયાર કરી શકાય છે. મહત્તમ ફાયદાઓ મેળવવા માટે તમે તેને સવારે પી શકો છો.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મેથીના પાણી પીવાના ફાયદા

મેથીનું પાણી પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. મેથીમાં ફાઈબર ભરપૂર હોય છે. આનાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલુ હોય તેવું મહેસુસ થાય છે. મેથીનું પાણી વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. જયારે તમે વધુ કેલરી ખાતા નથી. આ સ્થિતિમાં, તમે અનિચ્છનીય નાસ્તા પણ ખાતા નથી. તેથી તે વજન વધારાને અટકાવવા માટે મદદ કરે છે.

મેથીના દાણામાં પોષક તત્વો હોય છે જે વાળના વિકાસમાં મદદ કરે છે. તે વાળને જાડા અને ખોડો જેવી વાળની ​​સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.

મેથીનું પાણી તમારા શરીરમાંથી હાનિકારક ટોક્સિનને બહાર કરવામાં મદદ કરે છે. તે તમને પાચન સંબંધિત સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. તે પાચક સમસ્યાઓ જેવી કે કબજિયાત અને અપચોથી બચાવે છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે મેથીના દાણા એક સારો ઉપાય છે. મેથી બ્લડ સુગરના લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મેથીના દાણામાં એમિનો એસિડ હોય છે જે શરીરમાં બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે.

મેથીનું સેવન કિડનીની પથરીની સારવારમાં મદદ કરે છે. મેથીના દાણા કિડનીના આરોગ્યને સુધારવામાં મદદ કરે છે.

મેથીનું પાણી તમારી ત્વચા માટે પણ સારું છે. મેથી તમારી પાચક શક્તિ માટે ફાયદાકારક છે. મેથીનું પાણી તમારા શરીરના તમામ નુકસાનકારક ઝેરને દૂર કરે છે. તે ખીલ અને ત્વચા સંબંધિત ઘણી બધી સમસ્યાઓ જેવી કે ફાઇન લાઇન્સ, ડાર્ક સ્પોટ્સ અને કરચલીઓથી બચાવે છે.

મેથીના દાણામાં ઘુલનશીલ ફાઇબર હોય છે જે તમારા હૃદય માટે સારું છે. તેઓ તમારા હૃદયને હાર્ટ એટેકથી બચાવે છે. મેથીનું પાણી પીવાથી ખરાબ કોલેસ્ટરોલને ઓછું કરવામાં પણ મદદ મળે છે અને હૃદયની સમસ્યાઓનું જોખમ ઓછું રહે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો : પ્રિન્ટિંગ પ્રેસની અંદરનો વીડિયો આવ્યો સામે, આ રીતે સામાન્ય કાગળ બની જાય છે ચલણી નોટ!

Next Article