તમે તમારા ઘરમાં અથવા તો આજુબાજુ કોઈ પરિચિત વ્યક્તિને ઊંઘમાં બોલવાની આદત વિષે જરૂર સાંભળ્યું હશે. સામાન્ય ધારણા એવી છે કે ઊંઘમાં ઘણીવાર સપના જોતી વખતે લોકો ઊંઘમાં બોલવા લાગે છે, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે લોકો ઊંઘમાં શા માટે બોલે છે ? વાસ્તવમાં તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. તેને બિમારી તો ન કહી શકાય પણ તે એક સ્લીપિંગ ડિસઓર્ડર છે. જે એક પ્રકારનો પૈરાસેમનીયા છે.
ઊંઘમાં બોલવાની આદત છે તેને બીમારી કહી શકતા નથી, પરંતુ તે સામાન્ય પણ નથી. એક રિસર્ચ પ્રમાણે ત્રણથી દસ વર્ષના લગભગ અડધા કરતા વધારે બાળકો પોતાની વાતો ઊંઘમાં જ કરે છે. મોટાભાગના ઊંઘમાં 30 સેકન્ડ કરતા વધારે બોલીને ચૂપ થઈ જાય છે. પુરૂષોની તુલનામાં સ્ત્રીઓમાં તેની સંભાવના વધારે જોવા મળે છે.
ઊંઘમાં બોલવાના કારણો :
ઊંઘમાં બોલવા પાછળ ઘણાં કારણો હોય છે. તણાવ સૌથી મોટું કારણ હોઇ શકે છે. સતત તણાવમાંથી પસાર થઈ રહ્યા હોય તેની સાથે સમસ્યા થઈ શકે છે.
જેથી શરીરને પૂરતો આરામ અને ઊંઘ આપવી જરૂરી છે.
કેટલાક લોકોને ઊંઘતી વખતે હાથ પગ હલાવવા અથવા તો જોરથી ચીસ પાડવાની આદત હશે. બોલીવુડની ચેન્નઈ એક્સપ્રેસ મુવીમાં દીપિકા પાદુકોણને આવી જ બીમારી બતાવાઈ છે. આવી આદતો નિંદ્રારોગ અથવા પાર્કિંસન બીમારીના લક્ષણ છે. આ બીમારી આરઇએમ સ્લીપ બીહેવીયર ડિસઓર્ડર કહેવામાં આવે છે. આ એ સ્ટેજ છે જ્યાં વ્યક્તિને સપના સાચા લાગવા લાગે છે.
શું છે ઉપાય ?
આરઇએમ ઉપરાંત દવાઓના સાઇડ ઇફેક્ટ, તણાવ વગેરેના કારણે પણ આ સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે તણાવથી દૂર રહેવું જો2ઈએ. ઘણીવાર બ્લડ સર્ક્યુલેશન એટલે કે રક્ત સંચાર નિયમિત ન રહેવાથી પણ આવું થાય છે. યોગ, ધ્યાન કરવું જોઈએ.
આપણા મનને શાંત કરવા માટે સંગીત શ્રેષ્ઠ વિકલ્પ છે. ઊંઘતા પહેલા તમારું મનપસંદ ગીત સાંભળવું જોઈએ. તેનાથી તમને સારી ઊંઘ આવશે. પણ ઊંઘમાં બોલવાની આદતને નજરઅંદાજ ન કરવી જોઈએ. તમારે સાઈકાઈટ્રીસ્ટનો સંપર્ક કરવો જોઈએ.
નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.
આ પણ વાંચોઃ જાણો એવી 8 વસ્તુઓ વિશે, જેને રાતભર પલાળી રાખી બીજા દિવસે ખાવાથી મળશે ભરપૂર ફાયદા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો