તહેવારો પહેલા લાવો ચહેરા પર રંગત, ઘરે જ બનાવો બેસનનો અસરકારક ફેસપેક

ચણાના લોટનો ફેસ પેક બનાવવામાં ખૂબ જ સરળ છે. તેને તમે ઘર પર જ મિનિટમાં તૈયાર કરી શકો છો. તમારે ફક્ત તેમાં દૂધ અને લીંબુ ભેળવીને બનાવવાનું છે. અને સરળતાથી બનાવાવાળો આ બ્યુટી ફેસપેક તમારા ચહેરાની રોનક વધારી દેશે. આવો જાણીએ ચહેરા પર ચણાના લોટનો પેસ્ટ લગાવવાથી શું ફાયદો થશે ? મુરઝાયેલી સ્કિન માટે સૂર્યની […]

તહેવારો પહેલા લાવો ચહેરા પર રંગત, ઘરે જ બનાવો બેસનનો અસરકારક ફેસપેક
| Edited By: | Updated on: Aug 19, 2021 | 3:04 PM

ચણાના લોટનો ફેસ પેક બનાવવામાં ખૂબ જ સરળ છે. તેને તમે ઘર પર જ મિનિટમાં તૈયાર કરી શકો છો. તમારે ફક્ત તેમાં દૂધ અને લીંબુ ભેળવીને બનાવવાનું છે. અને સરળતાથી બનાવાવાળો આ બ્યુટી ફેસપેક તમારા ચહેરાની રોનક વધારી દેશે.

આવો જાણીએ ચહેરા પર ચણાના લોટનો પેસ્ટ લગાવવાથી શું ફાયદો થશે ?

મુરઝાયેલી સ્કિન માટે
સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણ અથવા તો પ્રદૂષણના કારણે પેદા થનારી સ્કિન પ્રોબ્લેમના ઉકેલ માટે ચણાના લોટનો ફાયદો ખૂબ છે. સાથે જ તે ત્વચા પરના ડાઘા-ધબ્બા દૂર કરે છે અને ચહેરાની રંગત સુધારવામાં ખૂબ મદદ કારક છે.

ઓઇલી સ્કિન માટે
ઓઇલી સ્કિન સામાન્ય કરવા માટે અને ખૂબસૂરતી વધારવા માટે ચણા ના લોટમાં ગુલાબ જળ મિક્ષ કરીને પ્રયોગ કરો. આ પેકને લગભગ એક કલાક સુધી સ્કિન પર લગાવી રાખો અને પછી પાણીથી ધોઈ લો. આ ઉપરાંત ચણાના લોટમાં દહીં અથવા મલાઈ પણ મિક્સ કરી શકો છો તેને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી રાખો.

ડ્રાય સ્કિન
ડ્રાય સ્કીનમાં નરમાશ લાવવા માટે ચણાના લોટમાં દૂધની મલાઈ, મધ અને એક ચમચી હળદર પાઉડર નાખીને પેસ્ટ બનાવો. અને તેને ચહેરા પર લગાવો તેનાથી ત્વચાને મોઈશ્ચરાઈઝર મળશે ચહેરાની ડ્રાયનેસ પણ ઓછી થશે.

તડકાના કારણે
બગડેલી ત્વચા પર થનારી ટેનિંગ માટે ચણાનો લોટ ખૂબ પ્રભાવશાળી છે. તે મૃત ત્વચાને હટાવીને ત્વચાને ફરીથી રિસ્ટોર કરે છે. તેના માટે ચાર ચમચી ચણાના લોટમાં,1 ચમચી લીંબુ, એક ચમચી દહીં અને એક ચમચી હળદર મેળવો. સનબર્ન થયેલી ત્વચા પર તેને સૂકાવા સુધી લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઇ કાઢો. રોજ આવું કરવાથી ટેનિંગ દૂર થઈ જશે અને ત્વચા સાફ અને ચમકદાર થઈ જશે.

રોમછિદ્રો ખોલવા માટે
ત્વચાના રોમ છિદ્રો ખૂલવાથી ત્વચામાં ગંદકી જલ્દી પ્રવેશી જાય છે, અને જેના કારણે ખીલ અને અન્ય સમસ્યાઓ થાય છે. તેનાથી બચવા માટે ચણાના લોટમાં કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે. 12 કલાક લગાવીને ઠંડા પાણીથી ધોઇ કાઢો. અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ અજમાવવાથી ત્વચાના રોમછિદ્રો બંધ થાય છે અને સ્કિનને કસાવ મળે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃભોજન પછી 10 ગ્રામ વરિયાળી ખાવાથી થશે આ ફાયદા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:45 am, Tue, 27 October 20