અમદાવાદ: દાણીલીમડાના બેરલ માર્કેટમાં સામાનની હેરફેર માટેની ગુડ્સ લિફ્ટમાં ફસાતા યુવકનું થયું મોત

દાણીલીમડામાં ચંડોળા તળાવ પાસે પંજેતની એસ્ટેટમાં લિફ્ટમાં ફસાતા યુવકનું કરૂણ મોત થયું છે. સામાનની હેરફેર માટેની ગુડ્સ લિફ્ટમાં યુવક ફસાઈ ફસાઈ જતા મોત થયું છે. દાણીલીમડા પંજેતની એસ્ટેટમાં આવેલી નુકી ગ્લોબલ ફૂડ કોર્પોરેશન કંપનીમાં આ બનાવ બન્યો છે. ઘટનામાં રવિ પરમાર નામના યુવકનું કરુણ મોત થયું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને દાણીલીમડા પોલીસ ઘટના […]

અમદાવાદ: દાણીલીમડાના બેરલ માર્કેટમાં સામાનની હેરફેર માટેની ગુડ્સ લિફ્ટમાં ફસાતા યુવકનું થયું મોત
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:17 PM

દાણીલીમડામાં ચંડોળા તળાવ પાસે પંજેતની એસ્ટેટમાં લિફ્ટમાં ફસાતા યુવકનું કરૂણ મોત થયું છે. સામાનની હેરફેર માટેની ગુડ્સ લિફ્ટમાં યુવક ફસાઈ ફસાઈ જતા મોત થયું છે. દાણીલીમડા પંજેતની એસ્ટેટમાં આવેલી નુકી ગ્લોબલ ફૂડ કોર્પોરેશન કંપનીમાં આ બનાવ બન્યો છે. ઘટનામાં રવિ પરમાર નામના યુવકનું કરુણ મોત થયું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને દાણીલીમડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવક લિફ્ટમાં કેવી રીતે ફસાયો, યુવકની ભૂલ હતી કે કંપનીની બેદરકારીને કારણે બનાવ બન્યો છે, તેની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ લિફ્ટ નીચે હતી અને યુવક લિફ્ટમાં સમાન ભરતો હતો, તે દરમ્યાન લિફ્ટ અચાનક ચાલુ થતા યુવકનું ગળું લિફ્ટમાં ફસાઈ ગયું હતું.

આ પણ વાંચો: રાજકોટઃ તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું બંધ, ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ અગાઉ અપાતા આંકડા હવે નહીં જાહેર કરાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:21 pm, Sat, 5 September 20