Tuesday: મંગળવારે કરો આ વિધિથી હનુમાનજીની પૂજા, થશે અઢળક લાભ

|

Jan 19, 2021 | 7:21 AM

મંગળવાર અને શનિવાર બજરંગબલીનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે.

Tuesday: મંગળવારે કરો આ વિધિથી હનુમાનજીની પૂજા, થશે અઢળક લાભ
હનુમાનજીની પૂજા

Follow us on

મંગળવાર અને શનિવાર બજરંગબલીનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. બજરંગબલી ખાસ લાભ આપે છે.

હનુમાનજીની પૂજા

1. જો પ્રત્યેક મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરીને તેની પૂજા કરવાં આવે તો તમામ દુ:ખ દૂર થાય છે.
2. હનુમાનજી એક એવા દેવતા છે કે તેની પૂજા કરવામાં ખુબ જ ધ્યાન રાખવુ પડે છે. મંગળવારે વડલાના એક પાનને તોડીને અને તેને ગંગા જળમાં ધોઈને હનુમાનજીને અર્પણ કારવામાં આવે તો ધનની આવકમાં વધારો થાય છે. આર્થિક સંકટોથી મુક્તિ મળે છે.
3. મંગળવારે નિયમોથી પાનની બીડું ચડાવવામાં આવે તો રોજગારીના તમામ રસ્તાઓ ખૂલી જાય છે અને નોકરીમાં પ્રમોશનના અવસરો આવે છે.
4. મંગળવારે સંંધ્યા સમયે આંકડાની માળા તેમજ ગુલાબના ફૂલની માળા ચડાવો અને કોશિશ કરો કે પોતે પણ લાલ રંગના વસ્ત્રો ધારણ કરો. ધન પ્રાપ્તિ માટે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે આ સૌથી સરળ ઉપાય છે.
5. મંગળવારે સાંજે વ્રત કરીને બુંદીના લાડુ અથવા બુંદીનો પ્રસાદ બાટવો જોઈએ. આનથી સંતાન સબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
6. આ દિવસે હનુમાનજીના પગમાં ફટકડી રાખવાથી ખરાબ સપનાઓમાંથી મુક્તિ મળે છે.
7. હનુમાનજીના મંદિરમાં જઈને રામરક્ષાસ્ત્રોતના પાઠ કરવાથી તમામ બગડેલા કામ સુધરી જાય છે અને કર્જથી પણ મુક્તિ મળે છે.
8. મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ સમક્ષ બેસીને રામનામના 108 જાપ કરવા, કારણ કે હનુમાનજી ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત છે. જે કોઈ રામની ભક્તિ કરે છે, તેને તે વરદાન આપે છે. હનુમાનજી આ ઉપાયથી પ્રસન્ન થઈને વિવાહ સબંધી મનોકામના પૂરી થાય છે.
9. મંગળવારના દિવસે હનુમાનજી સામે સરસવના તેલના દીવા કરવા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાય દાંપત્ય જીવનમાં મધુરતા લાવે છે.
10. ૐ હં હનુમંતયે નમઃ આ મંત્રનો જાપ કરવાથી બજરંગબલિ પ્રસન્ન થાય છે. ૐ હનુમતે રુદ્રાત્મકાય હું ફટ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવો જેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ પણ વાંચો : જાણો ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી શરૂ થયેલી TRAINના સમય, ભાડું અને સ્ટોપ

Next Article