Ahmedabad: શિયાળાની શરૂઆતમાં જ તિબેટીયન માર્કેટમાં જોવા મળી ભીડ, ગરમ કપડાંના ભાવમાં નજીવો વધારો

|

Nov 11, 2021 | 6:30 AM

Ahmedabad: ગયા વર્ષે તો કોરોનાના કારણે મંજુરી મળી ન હતી. પરંતુ આ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ તિબેટીયન માર્કેટમાં ભીડ જામી ગઈ છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડી (Winter 2021) વધી રહી છે. તો અમદાવાદમાં (Ahmedabad) પણ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. લોકો હવે ગરમ કપડાં ખરીદવા માર્કેટની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગરમ કપડાંની ખરીદી માટે મોટાભાગના લોકો તિબેટિયન માર્કેટમાંથી (Tibetan Market) ખરીદી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. આ વર્ષે અમદાવાદમાં રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) ખાતે તિબેટિયન માર્કેટ ભરાયું પણ છે. તો ગત વર્ષે કોરોનાને કારણે તિબેટિયન માર્કેટ ખોલવા માટેની પરવાનગી નહોતી અપાઈ. જો કે આ વર્ષે તિબેટિયન માર્કેટ ભરાતા લોકોની ભીડ જોવા મળી. આ વર્ષે ગરમ કપડાંમાં નજીવો ભાવવધારો થયો છે. ત્યારે વેપારીઓ પણ સારા વેપારની આશા રાખી રહ્યા છે.

માર્કેટના એક વેપારીએ કહ્યું કે તેઓ 30 વર્ષથી દર શિયાળામાં અહીંયા માર્કેટ ભારે છે. અને તેમને દર વર્ષે સારો વેપાર થાય છે. પરંતુ ગયા વર્ષે કોરોના હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા. તેથી આ વર્ષે સારા વેપારની વધુ આશા છે. તો લોકોમાં પણ માર્કેટ અને કપડાને લઈને આનંદ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વેરાઈટી અને ડીઝાઈનના ગરમ કપડા માર્કેટમાં આ વખતે જોવા મળ્યા છે.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મિથુન 11 નવેમ્બર: પ્રેમ સંબંધો માટે પારિવારિક સંમતિ મળી શકે, ટૂંક સમયે લગ્નની તૈયારીઓ થાય

આ પણ વાંચો: રોકડની તંગીનો સામનો કરી રહેલા બાંધકામ ક્ષેત્ર માટે સરકારે બનાવ્યો નવો નિયમ, કોન્ટ્રાક્ટરોને થશે ફાયદો

Next Video