કોણ હશે ગાંધીનગર મહાનગરપાલિકા નવા મેયર? આ બે દાવેદારો રેસમાં છે અવ્વલ, આજે થશે ફેસલો

|

Oct 21, 2021 | 9:18 AM

ગાંધીનગરના આગામી મેયર પદે હિતેશ મકવાણાનું નામ રેસમાં સૌથી આગળ છે. આજે નક્કી થઇ જશે જે પાટનગરના મનપાના મેયર પદ પર કોણ બિરાજમાન થશે.

પાટનગરને આજે પાંચમાં મેયર મળશે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 44 પૈકી 41 બેઠક પર જ્વલંત જીત મેળવી હતી. આ ભવ્ય જીત બાદ ગાંધીનગર મનપાની પ્રથમ સામાન્ય સભા મળશે. જેમાં ગાંધીનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાષક પક્ષના નેતા સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે. જેની જાહેરાત ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં કરવામાં આવશે.

ગાંધીનગરના આગામી મેયર પદે હિતેશ મકવાણાનું નામ રેસમાં સૌથી આગળ છે. આ ઉપરાંત ભરત દીક્ષિતનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગરના મેયરનું પદ પ્રથમ અઢી વર્ષ માટે SC માટે આરક્ષિત છે. આ સાથે જ કેટલીક મહિલા ઉમેદવારોના નામની પણ ચર્ચા થઈ રહી છે. તો ડેપ્યુટી મેયર પદે ચાર બ્રાહ્મણ મહિલા ચહેરાના નામની ચર્ચા છે. જેમાં હેમા ભટ્ટ, અંજના મહેતા, છાયા ત્રિવેદી અને શેલજા ત્રિવેદીનું નામ રેસમાં છે. સ્ટેન્ડિંગ ચેરમેનના શક્તિશાળી પદના નામ માટે જશુભાઈ પટેલ, મહેન્દ્ર દાસ અને રાજુ પટેલના નામ રેસમાં છે. ગાંધીનગરમાં સ્ટેન્ડિંગ ચેરમેનનું પદ પાટીદાર નેતાને મળે તેવી પ્રબળ શક્યતા છે.

 

આ પણ વાંચો: Surendranagar: આરોગ્ય વિભાગની બેદરકારી, વેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ આવી ગયું બીજા ડોઝનું સર્ટિફિકેટ

આ પણ વાંચો: રામાયણ સિરિયલમાં પ્રસિદ્ધ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન, 100 થી વધુ ફિલ્મોમાં અભિનય

Next Video