પશ્ચિમ રેલવેનો 68મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ સોમવાર 17મી એપ્રિલ ના રોજ યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, નરીમાન પોઈન્ટ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. પડકારોનો સામનો કરવા હંમેશા તત્પર રહેતા પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણ પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો : Railway News: પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-ભુજ, ભાવનગર બાંદ્રા અને રાજકોટ વચ્ચે દોડાવાશે 3 જોડી ઉનાળુ સ્પેશિયલ ટ્રેન
રેલ સપ્તાહ દરમિયાન, વિવિધ કેટેગરીમાં અને વિભાગો ને કાર્યક્ષમતાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ અવસર પર જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ અલગ અલગ વિભાગો અને એકમોને 26 થી વધારે કાર્યક્ષમતા એવોર્ડ અર્પણ કર્યા હતા. જે વિવિધ ક્ષેત્રોમાં સૌથી વધુ કાર્યક્ષમ હતા. જેમાં વર્ષ 2022-23 માટે પ્રતિષ્ઠિત જનરલ મેનેજરની એકંદર કાર્યક્ષમતા એવોર્ડનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને વડોદરા ડિવિઝનને સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ 2022 -23 માટે સંયુક્ત રીતે જનરલ મેનેજર ની ઓવરઓલ એફિશિયન્સી શીલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ભાવનગર ડિવિઝનને બેસ્ટ ઇમ્પ્રૂવમેન્ટ શીલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, મુંબઈ મધ્ય વિભાગે રોલિંગ સ્ટોક શિલ્ડ મેળવ્યો છે. મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ ડિવિઝન દ્વારા સંયુક્ત રીતે સેફ્ટી એવોર્ડ મેળવ્યો છે. અમદાવાદ વિભાગે વાણિજ્ય શિલ્ડ, ટ્રેક્શન શિલ્ડ, ઓપરેશન્સ શિલ્ડ, સ્ક્રેપ મોબિલાઇઝેશન શીલ્ડ, સર્વે અને બાંધકામ શિલ્ડ તેમજ ટ્રેક મશીનો માટે ઇન્ટર ડિવિઝનલ શિલ્ડ મેળવ્યો છે. સિવિલ એન્જિનિયરિંગ શિલ્ડ મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સર્કલ દ્વારા સંયુક્ત રીતે જીતવામાં આવ્યો હતો. રતલામ અને વડોદરા ડિવિઝન દ્વારા બેસ્ટ લોડિંગ એફર્ટ્સ શિલ્ડ અને પર્સનલ ડિપાર્ટમેન્ટ શિલ્ડ સંયુક્ત રીતે પ્રાપ્ત કરવામાં આવી હતી.
અમદાવાદ ડિવિઝનના ભુજ ડેપોએ શ્રેષ્ઠ જાળવણી કરેલ મેલ/એક્સપ્રેસ ટ્રેન, જેમ કે, ટ્રેન નંબર 22956 ભુજ – બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ માટે શિલ્ડ જીત્યો છે. શ્રેષ્ઠ જાળવણીવાળા રનિંગ રૂમ માટે રોલિંગ શિલ્ડ રતલામ વિભાગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી. જ્યારે ભાવનગર વર્કશોપ શ્રેષ્ઠ વર્કશોપ શિલ્ડ (મિકેનિકલ) વિજેતા હતા.
વડોદરા વિભાગ અને રતલામ વિભાગે સંયુક્ત રીતે આંતર-વિભાગીય સ્વચ્છતા શિલ્ડ મેળવ્યો હતો. લેવલ ક્રોસિંગ ગેટ નાબૂદ કરવાને ધ્યાનમાં રાખીને વડોદરા ડિવિઝનને શ્રેષ્ઠ માર્ગ સલામતી કાર્ય માટે શિલ્ડ સાથે એનર્જી એફિશિયન્સી શીલ્ડ અને ENHM ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત, એકાઉન્ટ્સ, મેડિકલ, સિક્યુરિટી, સ્ટોર્સ, સિગ્નલ અને ટેલિકોમ અને અધિકૃત ભાષા વગેરે જેવા કાર્યકારી ક્ષેત્રોમાં શ્રેષ્ઠ વિભાગો/એકમોને કાર્યક્ષમતા શિલ્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. અશોક કુમાર મિશ્રાએ સંબંધિત વિભાગીય રેલવે મેનેજર, ચીફ વર્કશોપ મેનેજર અને ડેપો ઈન્ચાર્જને આ શિલ્ડ આપ્યા હતા.
આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO)ના પ્રમુખ ક્ષમા મિશ્રા, પશ્ચિમ રેલવેના અધિક મહાપ્રબંધક, વિવિધ વિભાગો ના વડાઓ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષમા મિશ્રાએ તેમના સંબોધનમાં 68મા રેલ સપ્તાહ નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે અનેક પડકારો છતાં પશ્ચિમ રેલવેએ ઘણી સિદ્ધિઓ મેળવી છે. તેમણે વર્ષ 2022-23માં પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલી વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને કર્મચારીઓને સંગઠનાત્મક ધ્યેયો પ્રાપ્ત કરવા અને શ્રેષ્ઠ પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…