Surat: ઉધનામાં પાણીની લાઇનમાં ભંગાણના કારણે હજારો લીટર પાણીનો બગાડ

|

Dec 07, 2021 | 4:38 PM

સુરતના ઉધના વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ હતુ. જેના પગલે રસ્તાઓ પર હજારો લીટર પાણી વહેવા લાગ્યુ હતુ. નજીકમાં જ કચરાના ઢગલા હોવાના કારણે પાણીની સાથે કચરો પણ રસ્તા પર વહેવા લાગ્યો હતો.

સુરત (Surat) શહેરમાં સ્વચ્છતા (Hygiene)ની વાસ્તવિકતા સામે આવી છે. સુરતની બદ’સૂરત’ જોવા મળી છે. સુરતના ઉધના વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ (breakage in water line) સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ (Wastage of  Water)થયો છે. જેના કારણે આસપાસના રહીશો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય

સુરત શહેરના રસ્તા પર પાણી ફરી વળતા ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ સુરતમાં નળ સે જળ, પાણી બચાવાના સ્લોગન લગાવવામાં આવે છે, બીજી તરફ રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ હતુ. જેના પગલે રસ્તાઓ પર હજારો લીટર પાણી વહેવા લાગ્યુ હતુ. નજીકમાં જ કચરાના ઢગલા હોવાના કારણે પાણીની સાથે કચરો પણ રસ્તા પર વહેવા લાગ્યો હતો. થોડી જ વારમાં રસ્તા પર ગંદકી જ ગંદકીનું સામ્રાજ્ય છવાઇ ગયુ હતુ.

આસપાસના રહીશોને હાલાકી

ઉધના વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તાઓ પર પાણી સાથે ગંદકી જ ગંદકી વહેવા લાગી હતી. જેના કારણે આસપાસના દુકાનદારોને હાલાકી ભોગવવી પડી હતી. વેપારીઓની દુકાનોમાં ગ્રાહકો આવવાનું ટાળતા હતા. દુકાનદારોને પોતાને જ દુકાનમાં જવામાં તકલીફ પડી રહી હતી.

અનેક વાર ફરિયાજ પણ નીરાકરણ નહીં

ઉધના વિસ્તારના વેપારીઓ અને રહીશોના જણાવ્યા અનુસાર તે લોકોએ અનેક વાર મહાનગરપાલિકામાં વારંવાર પાઇપલાઇનમાં થતા ભંગાણ અંગે ફરિયાદ કરી હતી, તેમ છતા અત્યાર સુધી કોઇ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું રહીશોએ જણાવ્યુ હતુ. રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી આજ સમસ્યા છતાં મહાનગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે. ત્યારે હજારો લીટર પાણીની બરબાદીનો જવાબદાર કોણ તેવો સુરતના ઉધનાના રહીશો સવાલ કરી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ  JNVST 2022: નવોદય વિદ્યાલયે ધોરણ 6 ના પ્રવેશ માટે અરજી કરી છે, તો ફોર્મમાં સુધારો આ ભૂલો

આ પણ વાંચોઃ Blast in Iraq: ઇરાકના બસરામાં જબરદસ્ત બ્લાસ્ટ, 4 લોકોના મોત, 20 ઘાયલ

Published On - 4:37 pm, Tue, 7 December 21

Next Video