મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો? તો આપ ન કરી બેસતા આ ભૂલ

|

Feb 16, 2021 | 12:31 PM

દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે વસંત પંચમી. દેવી સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવા આ પાંચ બાબતો ક્યારેય ન ભૂલવી. જો આ પાંચ બાબતોનું આજના દિવસે રાખશો ધ્યાન તો અચુક વરસશે દેવીના આશીર્વાદ.

મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો? તો આપ ન કરી બેસતા આ ભૂલ
વસંત પંચમી દેવી સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ

Follow us on

મહા સુદ પાંચમ એટલે વસંત પંચમી. વસંત પંચમી એ દેવી સરસ્વતીનો (GODESS SARSWATI) પ્રાગટ્ય દિવસ કહેવાય છે. આજના દિવસે મા સરસ્વતીની પૂજા થાય છે. વિદ્યાની દેવી સરસ્વતીને રીઝવવાનો આ ઉત્તમ દિવસ કહેવાય છે. ત્યારે જો આપ પણ આજે મા સરસ્વતીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો ધ્યાન રહે કે આ ભૂલો આપ ન કરી બેસો.

1. વસંતપંચમીનો પર્વ એ પ્રકૃતિમાં પરિવર્તનનો સંકેત આપે છે. ત્યારે એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે છોડ કે વૃક્ષોને નુકસાન ક્યારેય ન પહોંચાડવું. આજના દિવસે તેને બિલકુલ ન કાપવા જોઈએ.
2. વસંત પંચમીના દિવસે રંગબેરંગી કપડા ન પહેરવા જોઈએ. એવું કહેવાય છે કે દેવી સરસ્વતીનો પ્રિય રંગ પીળો છે. એટલે વસંત પંચમીના દિવસે પીળા રંગના જ વસ્ત્રો ધારણ કરવા.
3. વસંત પંચમીના દિવસે શક્ય હોય તો વ્રત રાખવું. પણ જો વ્રત ન કરી થઈ શકે તો ધ્યાન રહે આજના દિવસે સ્નાન કર્યા વગર ભોજન ગ્રહણ ન કરવું જોઈએ.
4. વસંત પંચમીના દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું. આજના દિવસે માંસ અને મદિરાનું સેવન વર્જિત ગણાય છે.
5. વસંત પંચમી એ લોકો માંગલિક કાર્યો કરતા હોય છે. તો આજના દિવસથી અભ્યાસનો પ્રારંભ પણ શુભ મનાય છે. ત્યારે આજના દિવસે કોઈ પ્રત્યે ખરાબ વિચાર ન લાવવો. કોઈને અપશબ્દ પણ ન બોલવા. એવું કહેવાય છે કે કોઈ પ્રત્યે જો આપના મનમાં અશુભ વિચાર છે તો આજના દિવસે શરુ કરેલુ આપનું કામ પૂર્ણ થતું નથી.

જો આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો દેવી સરસ્વતી વ્યક્તિના તમામ મનોરથ પૂર્ણ કરતાં હોવાની માન્યતા છે.
વસંત પંચમીની ખુબ ખુબ શુભેચ્છાઓ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચો ત્રિપુંડના ચમત્કારિક ફાયદા! આ ફાયદાઓ વિશે આપે ક્યારેય નહીં જાણ્યું હોય

Next Article