Flyover City સુરતમાં એક બ્રિજ બનાવામાં સાડા ચાર વર્ષ! પાલ ઉમરા બ્રિજના ઉદ્ઘાટનની જોવાતી રાહ

|

Jun 09, 2021 | 12:11 PM

છેલ્લા ઘણા વર્ષોથી બ્રિજની બંને છેડે દસ લાખ જેટલી વસ્તીને બ્રિજનું કામ પૂર્ણ ન થવાના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો. આવતા મહિને પ્રથમ અઠવાડિયામાં જ બ્રિજને શહેરીજનો માટે ખુલ્લો મુકાય તેવી સંભાવના છે.

Flyover City સુરતમાં એક બ્રિજ બનાવામાં સાડા ચાર વર્ષ! પાલ ઉમરા બ્રિજના ઉદ્ઘાટનની જોવાતી રાહ
પાલ અને ઉમરા બ્રિજ

Follow us on

સુરતના પાલ અને ઉમરા વિસ્તારને જોડતો બ્રિજ છેલ્લા સાડા ચાર વર્ષથી શાસકોની અનિર્ણાયકતાનું પ્રતિક બનીને રહી ગયો છે. જોકે વર્ષ 2020માં મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાની આવ્યા પછી આ બ્રિજના કામની ઝડપ વધી છે.

છેલ્લા ઘણા વર્ષોથી બ્રિજની બંને છેડે દસ લાખ જેટલી વસ્તીને બ્રિજનું કામ પૂર્ણ ન થવાના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે મનપા કમિશનરે લોકોની સુવિધા માટે આ બ્રિજનું કામ ઝડપથી પૂરું કરવાનું બીડું ઝડપ્યું હતું. બ્રિજના એપ્રોચ માટે જમીન ફક્ત 19 મિલકતદારોની મિલકતોને કારણે આ બ્રિજ 90% બન્યા પછી પણ અધૂરો રહી ગયો હતો.

જોકે કોર્ટ કેસ સામે લડત બાદ કમિશનરે અહીં બીપીએમસી એકટનો ઉપયોગ કરીને જમીન સંપાદન કરી જમીન મેળવી છે. ત્યારબાદ બ્રિજનું અધૂરું રહેલું કામ આગળ વધ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

તમને જણાવી દઈએ કે 7 ડિસેમ્બર,2015માં બીઆરટીએસના બીજા ફેઝને લઈને પાલ અને ઉમરા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બ્રિજની વાત કરીએ તો 89.99 કરોડની કિંમતના ખર્ચે આ બ્રિજ તૈયાર થઇ રયો છે. 776.50 મીટરની લંબાઈ અને 30 સ્પાન ધરાવતો આ બ્રિજ કામ પૂર્ણ થયા બાદ લોકાર્પણની રાહ જોતો ભાસે છે.

જોકે બાદમાં કોરોનાના કારણે બ્રિજના કામમાં ફરી વિલંબ થયો હતો. પરંતુ હવે આ બ્રિજમાં સામાન્ય કામ જ બાકી હોવાથી મેયર સહિતના પદાધિકારીઓએ સ્થળ વિઝીટ લીધી હતી. તેમજ આગામી મહિનાના પહેલા અઠવાડિયામાં આ બ્રીજને ખુલ્લો મૂકવાની તૈયારી કરવા વહીવટી તંત્રને તાકીદ કરી છે. જો વરસાદનું વિઘ્ન આડે ન આવે તો આવતા મહિને પ્રથમ અઠવાડિયામાં જ બ્રિજને શહેરીજનો માટે ખુલ્લો મુકાય તેવી સંભાવના છે.

બ્રિજ ખુલ્લો મુક્યા બાદ જનતાને પડી રહેલી હાલાકીનું સમાધાન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિજની બંને છેડે દસ લાખ જેટલી વસ્તીને બ્રિજનું કામ પૂર્ણ ન થવાના કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો. તેમને ઓપન કામ પૂર્ણ થયા બાદ રાહત અનુભવાશે.

 

આ પણ વાંચો: Surat: મનપાના શાસકો આ તરફ પણ જરા નજર કરે! કાપોદ્રાના સ્થાનિકો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર

આ પણ વાંચો: Surat: સરથાણા ઝૂમાં વાઘ વાઘણની જોડી તૂટી, સર્પડંખથી વાઘણનું મોત થયું હોવાનું અનુમાન

Published On - 11:57 am, Wed, 9 June 21

Next Article