બનાસ બેંકની 9 બેઠકો માટે મતદાન પૂર્ણ, 15 નવેમ્બરે યોજાશે મત ગણતરી

|

Nov 12, 2021 | 9:54 PM

બનાસ બેંકની 9 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં ઈતર વિભાગમાં 98.74 ટકા મતદાન થયું. ઈતર વિભાગમાં 716 મતદારોમાંથી 707 મતદારોએ મતદાન કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બનાસ બેંકની ચૂંટણી માટે મતદાન યોજાયું. જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બનાસ બેંકની 9 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં ઈતર વિભાગમાં 98.74 ટકા મતદાન થયું. ઈતર વિભાગમાં 716 મતદારોમાંથી 707 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે સેવા વિભાગમાં 540 મતદારોમાંથી 535 મતદારોએ મતદાન કર્યું હતું.સેવા વિભાગમાં 9 તાલુકાનું મળી કુલ 99.07 ટકા મતદાન નોંધાયું છે. જો બેઠક મુજબ મતદાનની વાત કરીએ તો, દાંતીવાડા, લાખણી, સુઈગામ અને ભાભર બેઠક પર 100 ટકા મતદાન નોંધાયું. દાંતીવાડા બેઠક પર 51માંથી 51, લાખણી બેઠક પર 70માંથી 70, સુઈગામમાં 29 માંથી 29 અને ભાભર બેઠક પર 48માંથી 48 મત પડ્યા હતા. આ ઉપરાંત પાલનપુર બેઠક પર 99 ટકા અને દિયોદર બેઠક પર 98 ટકા મતદાન નોંધાયું હતું. 15 નવેમ્બરે તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. 15 નવેમ્બરે મત ગણતરી યોજાશે.

બનાસબેંકને પ૬ વર્ષ પૂર્ણ કરી પ૭ વર્ષમાં પ્રવેશી

બનાસબેંકના હુલામણા નામથી ઓળખાતી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક શરૂઆતમાં ચેરમેન શાંતિલાલ એલ.શાહ દ્વારા જહેમત ઉઠાવીને બેંકને સધ્ધર બનાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા અને ધીમે- ધીમે નાનકડી બનાસબેંક હવે ૧ર૪૪ કરોડની ડીપોઝીટ ધરાવતી આધુનિક બેંક બની છે. અને બેંક દ્વારા ૯૯૪.૭૩ કરોડની લોનનુ ધિરાણ કરતી બેંક ઉભરી આવી છે. આમ, બનાસકાંઠા જિલ્લામાં મધ્યસ્થ સહકારી બેંકએ સ્થાનિક બેંક તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

આ પણ વાંચો : Engaged: કરિશ્મા તન્નાએ બોયફ્રેન્ડ વરુણ સાથે કરી લીધી છે સગાઈ, ટૂંક સમયમાં કરશે લગ્ન

આ પણ વાંચો : ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને પણ અધિકાર નથી : મહેસુલ પ્રધાન

Published On - 9:53 pm, Fri, 12 November 21

Next Video