Gujarat: 6 મહાનગરપાલિકા માટેનું મતદાન પૂર્ણ, લોકોએ વોટિંગ માટે ઓછો ઉત્સાહ દેખાડયો

|

Feb 21, 2021 | 7:28 PM

Gujarat: 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતું

Gujarat: 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતું, જે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. જેમાં પ્રાથમિક આંકડા મુજબ છ મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજે 42 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જો કે વર્ષ 2015ની સરખામણીમાં મતદાનની ટકાવારી ઘટી છે. જેમાં સવારે 7થી 8 વાગ્યામાં એટલે પહેલા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું હતું.

 

 

ત્યારબાદ વડોદરામાં 4 ટકા, સુરતમાં 4 ટકા, રાજકોટમાં 3 ટકા, જામનગરમાં 3 ટકા મતદાન નોંધાયું હતું. જો કે આ ઉપરાંત સમગ્ર દિવસ દરમ્યાન મતદાન નિરસ જોવા મળ્યું હતું. તેમજ મતદાન માટે લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો. જેના લીધે ભાજપે મતદાનના આખરી સમયે કાર્યકરો અને નેતાઓને દોડાવવાની ફરજ પડી હતી.

 

આ પણ વાંચો: AHMEDABAD : મહાનગરપાલિકા માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન, સૌથી ઓછું મતદાન નોંધાયું

Next Video