VIDEO: અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો પોલીસનો વીડિયો થયો વાયરલ

|

Dec 17, 2020 | 5:09 PM

અમદાવાદના કોન્સ્ટેબલે માસ્કના નામે રોકીને એક સોસાયટીમાં યુવકને લાકડી વડે માર મારતો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદ શહેરમાં માસ્કના દંડને લઈ હવે પોલીસને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. માસ્કના દંડને લઈ પોલીસકર્મીઓ લોકો પર રોફ જમાવી મારામારી પર ઊતરી આવે છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ નારોલ વિસ્તારમાં પોતાની જ સોસાયટીમાં ફરતી એક વ્યક્તિને […]

VIDEO: અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો પોલીસનો વીડિયો થયો વાયરલ
CCTV Footage

Follow us on

અમદાવાદના કોન્સ્ટેબલે માસ્કના નામે રોકીને એક સોસાયટીમાં યુવકને લાકડી વડે માર મારતો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદ શહેરમાં માસ્કના દંડને લઈ હવે પોલીસને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. માસ્કના દંડને લઈ પોલીસકર્મીઓ લોકો પર રોફ જમાવી મારામારી પર ઊતરી આવે છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ નારોલ વિસ્તારમાં પોતાની જ સોસાયટીમાં ફરતી એક વ્યક્તિને માસ્કના નામે રોકી તેની સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી કરી પોલીસનો રોફ જમાવી લાકડી વડે ઢોર માર મારનાર પોલીસકર્મી ભરત ભરવાડ હોવાનું જણાયું છે. હાજર સિક્યોરિટી ગાર્ડ અને વ્યક્તિએ વચ્ચે પડી છોડાવ્યો હતો. પોલીસકર્મીની દાદાગીરીની માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ મામલે ઝોન 5 ડીસીપીએ એસીપીને તપાસ સોંપી છે.

આ પણ વાંચો: ટેલિવિઝનની નાગિન છવાઈ સોશિયલ મીડિયા પર, શાનદાર સાડી લૂકમાં વાયરલ થયા Photos

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

 

Published On - 5:09 pm, Thu, 17 December 20

Next Article