Vapi: જાણીતી કંપનીઓના ડુપ્લીકેટ લોગો અને નકલી બેચ નંબર-બારકોડ લગાવી નકલી દવાઓનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું

|

Jan 20, 2022 | 7:08 PM

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારમાં મોટા જથ્થામાં કંપનીના ડુપ્લીકેટ લોગો અને બારકોડ અને ખોટા બેચ નંબરના આધારે કંપનીના નામે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ સાથે આવેલા ઇસમને ઝડપી લીધો હતો

Vapi: જાણીતી કંપનીઓના ડુપ્લીકેટ લોગો અને નકલી બેચ નંબર-બારકોડ લગાવી નકલી દવાઓનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું
symbolic image

Follow us on

વાપીમાં જંતુનાશક દવાઓ બનાવતી કેટલીક જાણીતી કંપનીઓના ડુપ્લીકેટ (duplicate) લોગો (logo) અને નકલી બેચ નંબર અને બારકોડ (barcode) લગાવી નકલી (fake) દવાઓનું વેચાણ કરવાનું એક કૌભાંડ (scam) પોલીસે ઝડપી પાડ્યું છે. આ સાથે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેચતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી જીઆઇડીસી આવેલી અને જંતુનાશક દવાઓ બનાવતી યુપીએલ કંપની, એફએમસી, સિજન્ટા અને બાયર નામની કંપનીઓના ડુબલીકેટ લોગો અને બારકોડ સાથે કોઈ અજાણ્યા વ્યક્તિઓ નકલી દવાઓનું વેચાણ કરી રહ્યા હોવાની પોલીસને જાણ થઈ હતી.

યુપીએલ કંપનીના જનરલ મેનેજરે આ બાબતે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી અને કંપનીને મળેલી માહિતી મુજબ વાપીના ગોવિંદા કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર ૨૨૩માં નવજોત એગ્રો કેમિકલ્સ એન્ડ ટ્રેડર્સ નામની ઓફિસમાં જંતુનાશક દવાઓનો ધંધો કરતા નવલકિશોર સંપતરાવ દુબે નામનો વ્યક્તિ યુ.પી. એલ કંપનીના ડુપ્લીકેટ લોગો અને બારકોડ અને ખોટા બેચ નંબરના આધારે કંપનીના નામે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેચાણ કરી રહ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આથી પોલીસ અને યુ.પી.એલ કંપનીની ટીમને મળેલી બાતમીને આધારે કંપનીની ટીમે વાપીની ગોવિંદા કોમ્પલેક્ષ બહાર વોચ ગોઠવી હતી. એ દરમિયાન નવલકિશોર દુબે નામનો વ્યક્તિ એક કારમાં કોથળામાં કેટલોક સામાન લઈને આવ્યો હતો. આથી કારની અંદર તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં જાણીતી કંપનીઓના લોગો સાથેનો જંતુનાશક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.

જંતુનાશક દવાઓ ઉપરના બારકોડ સ્કેન કરતા સ્કેન થતો ન હતો અને દવા ઉપર લગાવેલા બેચ નંબર પણ ખોટો હતો. આથી આ દવાઓનો જથ્થો નકલી હોવાનું બહાર આવતા પોલીસે કારમાંથી અંદાજે ૯૩ હજારથી વધુની કિંમતના નકલી જંતુનાશક દવાઓનો જથ્થો કબજે કર્યો હતો.

વાપી પોલીસે આરોપી નવલકિશોર દુબે ધરપકડ કરી તેની આગવી ઢબે પુછપરછ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નવલકિશોર દુબે જણાવ્યું હતું કે યુપીના લખનઉ નો રહેવાસી આર્યન ઉર્ફે અમિતકુમાર નામનો વ્યક્તિ તેને આ દવાઓનો જથ્થો મોકલતો હતો.

અત્યાર સુધી ૭ વખત તે આવી રીતે દવાઓ મંગાવી અને મોટી જાણીતી કંપનીઓના લોગો સાથે નકલી દવાઓ વેચી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે નવલકિશોર દુબેની ધરપકડ કર્યા બાદ આ નકલી દવાઓનો જથ્થો સપ્લાય કરનાર લખનૌ ના આર્યન ઉર્ફે અમિત કુમાર નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપી નવલ કિશોરની પોલીસે પૂછપરછ શરુ કરી છે. કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું? નવલ કિશોર ક્યાં ક્યાં માલ સપ્લાય કરતો હતો? બીજા પણ કોઈ આ નેટવર્કમાં સંડોવાયા છે કે કેમ?નકલી દવાનો જથ્થો ક્યાંથી આવતો હતો?આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે કવાયત શરૂ કરી છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારના બોર્ડ-નિગમમાં નવી નિયુક્તિઓ થશે , 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

આ પણ વાંચોઃ Gujarat વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપે કાઉન્ટડાઉન શરૂ કર્યું, પ્રદેશ પ્રમુખનું  579 સ્થળો પર વર્ચ્યુઅલ સંબોધન

Published On - 6:46 pm, Thu, 20 January 22

Next Article