સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટાચૂંટણી પૂર્ણ, જાણો કેટલું થયું મતદાન

|

Oct 31, 2021 | 7:03 AM

કુલ 333 બૂથ પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં વધારે મતદાન થવાથી રાજકીય પક્ષોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli)માં લોકસભાની પેટાચૂંટણી માટે આજે યોજાયેલી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને રેકોર્ડબ્રેક મતદાન થયું છે. દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 75.51 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.વધારે મતદાન થવાથી રાજકીય પક્ષોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટાચૂંટણીમાં કુલ 333 બૂથ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે જંગ જામ્યો છે.

પૂર્વ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ બાદ દાદરા નગર હવેલી લોકસભા બેઠક ખાલી પડી છે. મોહન ડેલકર લાંબા સમયથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા હતા. આ બેઠક પરની પેટાચૂટણીમાં 333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારોમાંથી સરેરાશ 75.51 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ છે. વિશેષ તો ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ડેલકરના પત્ની કલાવતી શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે.

આ પણ વાંચો : SA vs SL, T20 World Cup 2021: હસારંગાએ સાઉથ આફ્રિકા સામે મેળવી હેટ્રીક, પરંતુ ડેવિડ મિલરની રમત સામે થઇ ગઇ બેકાર, આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યુ

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર ટીચર નફીસા અટારીની ધરપકડ, વોટ્સએપ પર લગાવ્યું હતું ‘We Won’ સ્ટેટસ

Published On - 8:16 pm, Sat, 30 October 21

Next Video