Vapi : સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝના સુપરિન્ટેન્ડન્ટ 20 હજારની લાંચમાં પકડાયા

|

Aug 17, 2022 | 9:38 AM

પેઢીનો સર્વિસ (Service ) ટેક્સ ભરવાનો બાકી હોવાથી વાપી સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ દ્વારા નોટિસ ફટકારી હતી

Vapi : સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝના સુપરિન્ટેન્ડન્ટ 20 હજારની લાંચમાં પકડાયા
Bribe case in Vapi (File Image )

Follow us on

લેબર (Labor )કોન્ટ્રાકટરએ સર્વિસ ટેક્ષની રકમ વ્યાજ અને પેનલ્ટી (Penalty )સહિત ચુકવી દીધી હોવા છતાંયે હેરાન પરેશાન નહી કરવાના બદલામાં વાપી (Vapi ) સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેકટર દ્વારા રૂપિયા 20 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે અંગે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં સુપરિન્ટેન્ડન્ટને લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી પાડ્યા હતા જયારે ઇન્સ્પેક્ટર મળી નહી આવતા તેની શોધખોળ હાથ ધરી છે.

લેબર કોન્ટ્રાકટરએ સર્વિસ ટેક્ષની રકમ વ્યાજ અને પેનલ્ટી સહિત ચુકવી દીધી હોવા છતાંયે હેરાન પરેશાન નહી કરવાના બદલામાં રૂપિયા 20 હજારની માંગણીની માંગણી કરનાર વાપી સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેકટરને એ.સી.બીએ છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડ્યા છે.

એસીબીના જણાવ્યા મુજબ અરજદારની માતા લેબર કોન્ટ્રાકટરને લાગતી પેઢી ધરાવતા હતા અને આ પેઢી હાલમાં બંધ છે. પરંતુ પેઢીનો સર્વિસ ટેક્સ ભરવાનો બાકી હોવાથી વાપી સેન્ટ્રલ જીએસ.ટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ દ્વારા નોટિસ ફટકારી હતી. ત્યારબાદ ઇન્સ્પેક્ટર ગુરપિન્દર મુર્ખતરાર સિંઘએ અરજદારનો મોબાઇલ નંબર મેળવી તેમની ઓફિસે બોલાવ્યો હતો અને ટેક્ષની રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે ભરવાનું જણાવતા અરજદારએ કાયદેસરની ભરવા પાત્ર થતી રકમ ભરી દેવામાં આવી હતી.છતાંયે ઇન્સ્પેક્ટર ગુરપિન્દર સિંઘ અને સુપરિન્ટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીના દ્વારા એકબીજાના મેળાપીપણામાં અરજદાર પાસે રૂપિયા 20 હજારની માંગણી કરી હેરાન પરેશાન કરવાનું શરુ કર્યું હતું.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

જોકે અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હતા અને આ અંગે એસીબીમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે સુરત એસીબીના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના સુપર વિઝન હેઠળ પીઆઇ એ.કે.ચૌહાણએ સ્ટાફના માણસો સાથે વાપી સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝની ઓફિસમાં છટકું ગોઠવ્યું સુપરિન્ટેન્ડન્ટ રામકિશોર મીનાને લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી પાડ્યા હતા જયારે ઇન્સ્પેક્ટર ગુરપિન્દર સિંઘ તપાસ દરમ્યાન મળી આવ્યો ન હતો.

Next Article