VAPI : ઈલેક્ટ્રિક કારની ખરીદી તરફ વળ્યાં લોકો, કાર ડીલરો જ સબસિડી મુદ્દે અજાણ

|

Jul 31, 2021 | 7:17 PM

રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં થોડા સમય પહેલા સબસિડી જાહેર કરી. જેને એક મહિનાનો સમય પસાર થયો છે.પરંતુ હજુ સુધી ઈલેક્ટ્રિક કાર ખરીદનારા ગ્રાહકને સબસિડી કેવી રીતે મળશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

VAPI : પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબતા લોકો ઈલેક્ટ્રિક કારની ખરીદી તરફ વળ્યા છે. રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં થોડા સમય પહેલા સબસિડી જાહેર કરી. જેને એક મહિનાનો સમય પસાર થયો છે. પરંતુ હજુ સુધી ઈલેક્ટ્રિક કાર ખરીદનારા ગ્રાહકને સબસિડી કેવી રીતે મળશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વાપીમાં ઈલેક્ટ્રિક વાહનોના શૉ-રૂમમાં ઈન્કવાયરી વધી છે. પરંતુ ડીલરો પણ સબસિડીની વિગતો મુદ્દે અજાણ હોવાથી કોઈ ચોક્કસ જવાબ આપી શકતા નથી. ઈલેક્ટ્રિક કાર વેચતા ડીલરો કે RTO અજાણ હોવાથી સબસિડીની યોજના માત્ર કાગળોમાં જ અટવાઈ જાય તેવી શક્યતા છે.આમ સરકારે સબસીડીની જાહેરાત તો કરી, પણ માહિતીના અભાવે કોઇ લાભ મળી શક્તો નથી.

 

Next Video