Valsad: વાપીમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ, પ્રાથમિક શાળામાં પાણી ભરાયાં

|

Jul 07, 2022 | 6:17 PM

વાપીમાં ચાર કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ પડવાથી વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં છે. વાપીનું રેલવે અંડર પાસ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

Valsad: વાપીમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ, પ્રાથમિક શાળામાં પાણી ભરાયાં
Vapi, primary school flooded

Follow us on

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં છે. વાપીમાં ત્રણ ઇંચ થી વધારે વરસાદ પડતાં વાપીની ગીતા નગર સરકારી પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયાં છે. શાળાના પરિસર લોબી અને ક્લાસરૂમમાં પણ પાણી ભરાયાં છે. બાળકોની સલામતી માટે શાળામાંથી બાળકોને રજા અપાઈ છે. ભારે વરસાદ વખતે દર વખતે શાળામાં પાણી ભરાઈ જાય છે. શાળાના ક્લાસરૂમમાં પાણી ભરાઈ જતાં આજે શિક્ષણ કાર્ય બંધ રખાયું છે. બાળકોની સાથે શાળાનો સ્ટાફ પણ પરેશાન થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં આગામી બે દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસ્યો ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. કુંભારવાડ, સાંઈનાથ પાર્ક સોસાયટી, ભાગડાવાડા, યોગેશ્વર સોસાયટીમાં પાણી ભરાયાં છે. રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વલસાડના અબ્રામા રોડ ઉપર પાણી ભરાયાં છે. જેથી વાહનચાલકોને ભારે મુસ્કેલી પડી રહી છે. વાપીના રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વલસાડમાં હાલરના મિશન કોલોનીમાં ભરાયા પાણી ભરાયાં છે. બિલ્ડિંગોમાં પાણી આવી જતાં સિનિયર સિટીઝનને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ બાબતની સ્થાનિક કોર્પોરેટરને પણ કોઈ દરકાર નથી. ત્યારે અહીના સ્થાનિકોએ સમગ્ર બાબતે મીડિયાને જાણ કરી હતી.

વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે લીલાપોર અને સરોધી ગામને જોડતો પુલ પાણીમાં ગાળકાવ થયો છે. લોકો જીવના જોખમે પુલ પસાર કરવા મજબુર બન્યા છે. વલસાડ વાપી બાદ કપરાડામાં મેઘરાજાની મજબૂત જમાવટ થઈ છે. છેલ્લા 2 કલાકમાં કપરાડામાં 2.16 ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યાં છે. પહાડી વિસ્તાર કપરાડાના નદી નાળામાં આવ્યા નવા નીર આવ્યાં છે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર કપરાડામાં અલહાદાયક દ્રશ્યો સર્જાયાં છે. ઉમરગામમાં 21, ધરમપુરમાં 13, પારડીમાં 15, વલસાડમાં 15 અને વાપીમાં 17 એમ.એમ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો

વાપીમાં ચાર કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ પડવાથી વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં છે. વાપીનું રેલવે અંડર પાસ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેથી વાહન વ્યવહાર બંધ કરાયો છે. રેલવે અન્ડર પાસમાંથી વાહન વ્યવહાર બંધ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયા છે. સતત વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સમનો કરવો પડ્યો છે.

વલસાડના કપરાડામાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી તાલુકાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે. કોલક નદીમાં વરસાદી પાણીના આવક થતા બે કાંઠે વહી રહી છે. ખડકવાળ અને બરલા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યું છે જેથી ગામલોકો જીવના જોખમે નદી પરથી પસાર થઇ રહ્યાં છે. કોઝવે પર પાણી ફરી વળતા બંને ગામોનો સંપર્ક કપાયો છે.

છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વરસેલો વરસાદ

  1. ઉમરગામ 1.4 ઇંચ
  2. કપરાડા 1.64 ઇંચ
  3. ધરમપુર 2.32 ઇંચ
  4. પારડી 2.68 ઇંચ
  5. વલસાડ 3.32 ઇંચ
  6. વાપી 3 ઇંચ

Published On - 6:15 pm, Thu, 7 July 22

Next Article