વલસાડ (Valsad)ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશ પટેલના(Naresh PAtel) હસ્તે દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સખી મંડળો (Sakhi mandal)માટે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પમાં પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 12 સખી મંડળોને રૂપિયા 25.85 લાખનાં, ચાર સખી સંઘોને રૂપિયા 32 લાખના, પાંચ સ્વ સહાય જૂથોનેરૂપિયા 1.5 લાખના ચેક અને યોજનામાં સહભાગી થઈ લોકોને મદદરૂપ થવા બદલ બેંક સખી, બેંક બ્રાંચ મેનેજર, તાલુકાની ટીમ અને ક્લસ્ટર કોઓર્ડિનેટરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, સ્ત્રી સશક્તિકરણ માટે સરકારે સખી મંડળો અને સ્વસહાય જૂથોની રચના કરી છે. ગુજરાતમાં જ અઢી લાખથી વધુ સખી મંડળો એવા છે જે મહિલાઓને રોજગારી આપે છે. રોજગારીથી ગરીબનું જીવન ધોરણ બદલાય અને મુખ્ય ધારામાં આવે એવો સરકારનો સતત પ્રયાસ છે. જે દેશ અને રાજ્યના ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને ભેગા કરી સરકાર રૂ.50 હજાર થી રૂ. 20 લાખ સુધીની વગર વ્યાજની લોન આપી કરી રોજગારી આપવાને તકો પુરી પાડે છે. તેથી હિંમત કરી લોન લઈ ધંધા વેપારની શરૂઆત કરો અને મહેનત કરી આગળ વધો.
આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ઉમરગામના ધારાસભ્ય ૨મણલાલ પાટકર, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, ઈનચાર્જ નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સંગઠન મહામંત્રી કમલેશ પટેલ તેમજ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.