Valsad : કપરાડામાં વરસાદની ધમાકેદાર બેટિંગથી છલકાયો મધુબન ડેમ, 28 ગામોને એલર્ટ રહેવા સૂચના

|

Jul 08, 2022 | 12:55 PM

આ વરસાદના (Rain) કારણે મધુબન ડેમ (Madhuban Dam) પણ છલકાયો છે. ડેમમાં પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે. વહેલી સવારથી કપરાડા અને કપરાડાના ઉપર વાસ જંગલ એરિયામાં વરસાદની મજબૂત બેટિંગના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી છે.

Valsad : કપરાડામાં વરસાદની ધમાકેદાર બેટિંગથી છલકાયો મધુબન ડેમ, 28 ગામોને એલર્ટ રહેવા સૂચના
વલસાડમાં વરસાદની ધમાકેદાર બેટિંગ (Symbolic Image)
Image Credit source: File Image

Follow us on

હવામાન વિભાગની (Meteorological Department)  7 થી 10 જુલાઈ વચ્ચે ભારે વરસાદની (Rain) આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના વલસાડ (Valsad) જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કપરાડાએ (Kaprada) ગુજરાતનું ચેરાપૂંજી ગણાય છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ખાબકે છે. આ સીઝનમાં પણ વરસાદે અહીં બરાબર જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં કપરાડામાં સરેરાશ 8 ઇંચ વરસાદ પડતાં જનજીવન પર ભારે અસર જોવા મળી હતી.

મધુબન ડેમ છલકાયો, 6 દરવાજા એક મીટર ખોલાયા

આ વરસાદના કારણે મધુબન ડેમ (Madhuban Dam) પણ છલકાયો છે. ડેમમાં પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે. વહેલી સવારથી કપરાડા અને કપરાડાના ઉપર વાસ જંગલ એરિયામાં વરસાદની મજબૂત બેટિંગના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. જેથી ડેમમાંથી 6 દરવાજા એક મીટર જેટલા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે દમણ ગંગા નદીમાં પાણીની ભરપૂર આવક દેખાઈ રહી છે અને દમણ ગંગા નદી બંને કાંઠે વહી રહી છે. તેવા સમયે નદીના કાંઠે આવેલા દાદરા નગર હવેલી વાપી અને સંઘ પ્રદેશ દમણના લગભગ 28 જેટલા ગામોને એલર્ટ કરી નદી કિનારે ન જવા માટે તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

લોકોને નદી કિનારે ન આવવા કલેક્ટરની સૂચના

જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ લોકોને ખાસ તકેદારી રાખવા અને નદી કિનારે ન આવવા સૂચન કરવામાં આવ્યું છે. કારણ કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે હજી પણ પાણીનો આવરો વધી શકે તેવી સંભાવના છે. આગામી 24 કલાકમાં વલસાડ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિનું ઝીણવટથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા કરાઇ અપીલ

લોકોને દરિયાકિનારે કે નદી કિનારે બિનજરૂરી હરવા ફરવા જવા પર અને માછીમારોને દરિયો ન ખેડવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે જ હાલ કોઈ સ્થળાંન્તર ની સ્થિતિ ઉદભવી નથી. પણ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર વિભાગ અને એનડીઆરએફ ટીમને પણ એલર્ટ રહેવા જાણ કરવામાં આવી છે.

Next Article