VALSAD : વાપીમાં હીંદુ ધર્મ જાગૃતિ સંમેલન યોજાયું, 21 આદિવાસી પરિવારોની ઘર વાપસી

|

Jul 26, 2021 | 8:16 PM

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં ગૌહત્યા, લવ જેહાદ જેવા અનેક બનાવો સામે આવ્યા હતા. જેની સામે હીંદુ સંગઠનો પણ સક્રિય થયા હતા.

VALSAD : દક્ષિણ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણની પ્રવૃતિઓ સામે આવી રહી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે વાપીમાં ધર્મ જાગૃતિ સંમેલન યોજ્યું. અને મૂળ ધર્મ છોડીને અન્ય ધર્મ અંગીકાર કરનારા પરિવારનોની ઘર વાપસી કરાવી. જેમાં કપરાડા અને ધરમપુરના ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા 21 પરિવારોના 105 સભ્યોની ઘર વાપસી કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં ગૌહત્યા, લવ જેહાદ જેવા અનેક બનાવો સામે આવ્યા હતા. જેની સામે હીંદુ સંગઠનો પણ સક્રિય થયા હતા. આજના કાર્યક્રમમાં તમામ હીંદુ સંગઠનોના પદાધિકારીઓએ હાજરી આપી. અને એક સૂરે હીંદુ ધર્મ વિરોધી પ્રવૃતિઓને જડમૂળથી ડામી દેવા માટે સંકલ્પ કરવામાં આવ્યો.

 

Next Video