valsad :રામવાડી વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમના દરોડા, ડુપ્લીકેટ કાપડનો અંદાજે 28 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Aug 03, 2021 | 8:16 PM

ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા અંકિત એન્ટરપાઈઝ નામની દુકાનમાં આ રેડ કરવામાં આવી હતી. જેમાં 4 નામચીન કંપનીના 3463 નંગ ડુપ્લીકેટ કાપડાઓ વેંચતા હોવાનાની માહિતી મળતા ક્રાઇબ બ્રાન્ચે તપાસ કરી હતી

valsad : રામવાડી વિસ્તારમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કપડાના જથ્થાબંધ વેપારીના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવીને કપડાં વેચતા હોવાનું સામે આવ્યું છે. જેથી દુકાનમાંથી અંદાજે 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા અંકિત એન્ટરપાઈઝ નામની દુકાનમાં આ રેડ કરવામાં આવી હતી. જેમાં 4 નામચીન કંપનીના 3463 નંગ ડુપ્લીકેટ કાપડાઓ વેંચતા હોવાનાની માહિતી મળતા ક્રાઇબ બ્રાન્ચે તપાસ કરી હતી. આ સાથે ક્રાઇમ બ્રાંચે બે દુકાન સંચાલકની પણ ધરપકડ કરી છે. નોંધનીય છેકે ધરપકડ કરાયેલ દુકાનદારો બે દુકાનો ભાડે રાખી છેલ્લાં ત્રણેક માસથી કપડાં વેચતા હતા. સીઆઈડી ક્રાઈમે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

Next Video