Valsad : કોરોનામાં અનાથ થયેલા બાળકોને સહાય ચુકવણી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી

|

Jul 28, 2021 | 5:38 PM

વલસાડ જિલ્લા બાળ વિકાસ કચેરી ખાતે 183 જેટલા પરિવારોના બાળકોને સહાય ચુકવણીની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ પ્રક્રિયામાં તાલુકા દીઠ લાભાર્થી બાળકોને બોલાવી ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોના(Corona) માં મૃત્યુ પામેલા લોકોના બાળકોને સહાય ચુકવણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં વલસાડ(Valsad ) જિલ્લા બાળ વિકાસ કચેરી ખાતે 183 જેટલા પરિવારોના બાળકોને સહાય ચુકવણીની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ પ્રક્રિયામાં તાલુકા દીઠ લાભાર્થી બાળકોને બોલાવી ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. તેમજ 30 જુલાઈ સુધી તમામ બાળકોની યાદી સરકાર પાસે મોકલી વહેલામાં વહેલી તકે સહાય ચૂકવામાં આવશે. રાજ્યના કોરોના કાળ દરમ્યાન અનાથ થયેલા બાળકો માટે સરકારે અનેક યોજનાઓની જાહેરાત કરી છે. તેમજ તેની માટે સરકારે હવે જિલ્લા કક્ષાએથી બાળકોની યાદી મંગાવીને તેના અમલ માટેની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : એક સમયે અંધેરીમાં કામ માટે ભટકતા હતા પંકજ ત્રિપાઠી, આજે લોકો પાર્કિગમાં ફિલ્મની ઓફર આપી જાય છે

આ પણ વાંચો : Farmer Protest: ખેડૂત આંદોલનની આડમાં દેશની વિરૂદ્ધ ઝેર ઓકી રહી છે ખાલિસ્તાની ગેંગ, સ્વાતંત્ર્ય પર્વ માટે મોટુ પ્લાનિંગ કરાઈ રહ્યું છે

Next Video