Valsad : 60 વર્ષના વૃદ્ધે બંધ ફ્લેટમાંથી કરી ઘરેણાંની ચોરી, પોલીસે અજમેરથી ધરપકડ કરી

વલસાડ(Valsad)જિલ્લાના ગુંદલાવ નજીક આવેલા ઘડોઈ ગામમાં ગત 26 તારીખે ઘડોઈ ગામમાં આવેલા આશોપલો બિલ્ડીંગના બીજા માળે એક બંધ ફ્લેટનું તાળું તોડીને એક ચોર ઘરમાંથી ઘરેણા(Theft)ખાલી કરી ગયો હતો.

Valsad : 60 વર્ષના વૃદ્ધે બંધ ફ્લેટમાંથી કરી ઘરેણાંની ચોરી, પોલીસે અજમેરથી ધરપકડ કરી
Valsad Police
Image Credit source: File Image
| Edited By: | Updated on: Sep 23, 2022 | 6:37 PM

વલસાડ(Valsad) જિલ્લાના ગુંદલાવ નજીક આવેલા ઘડોઈ ગામમાં ગત 26 તારીખે ઘડોઈ ગામમાં આવેલા આશોપલો બિલ્ડીંગના બીજા માળે એક બંધ ફ્લેટનું તાળું તોડીને એક ચોર ઘરમાંથી ઘરેણા(Theft)ખાલી કરી ગયો હતો. અંદાજે 60 હજારના ઘરેણા ચોરીને ચોર ફરાર થઇ ગયો હતો.જોકે મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે સ્થળ મુલાકાત લઈને સર્વપ્રથમ સી.સી.ટી.વી ફૂટેજ તપસ્યા હતા.જેમાં એક ઉંમર લાયક વ્યક્તિ દરવાજો તોડીને અંદર પ્રવેશ્યો હોવાનું દેખાઈ રહ્યું હતું.જેથી પોલીસે તાત્કાલિક પોતાના અંગત બાતમીદારોનું નેટવર્ક એક્ટીવ કરીને આ વૃદ્ધ ચોરની ઓળખ પ્રસ્થાપિત કરી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ચોરી કરનાર આ વ્યક્તિ રાજસ્થાનમાં છે.જેથી વલસાડ ગ્રામ્ય પોલીસની એક ટીમે રાજસ્થાનમાં ધામા નાખ્યા હતા અને અજમેરથી આ ચોરની ધરપકડ કરી હતી.

વૃદ્ધ હોવાથી તેના ઉપર જલ્દીથી કોઈ શંકા ન કરે

પોલીસે ઝડપેલા આરોપીનું નામ શૈલેન્દ્ર કુમાર ઊર્ફે એસ.કે.ઓમ પ્રકાશ છે અને તે મૂળ રાજસ્થાનના છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તે અમદાવાદમાં રહે છે. જોકે તેની એમ.ઓ પણ ચોંકાવનારી છે. મોટાભાગે ચોર ગેંગ દિવસ દરમિયાન રેકી કરતા હોય છે અને રાત્રે કે ચોક્કસ સમય નક્કી કરીને ચોરીને અંજામ આપતા હોય છે. પરંતુ આ વૃદ્ધે  કોઈ જુદી જ  ઢબેચોરી કરતા હતા.પહેલા તો આરોપી વૃદ્ધ હોવાથી તેના ઉપર જલ્દીથી કોઈ શંકા ન કરે અને પોતે એટીકેટીમાં રહેતો.દિવસના તે જુદા જુદા વિસ્તારમાં ફરતા અને બંધ ફ્લેટ કે મકાન શોધતા હતા.થોડી મિનિટો સુધી તે મકાન ઉપર આંખો ટકાવી રાખતા હતા અને ખાતરી થાય કે હાલ એ મકાનમાં કોઈ આવે એવું નથી, એટલે તે મકાનને ખાલી કરી દેતા હતા અને જે મકાનને ટાર્ગેટ કરે એ પહેલા આજુબાજુના મકાનોના દરવાજાને બહારથી આગળો લગાવી દેતો.

પોલીસની પૂછપરછમાં આરોપી શૈલેન્દ્રએ સુરત જિલ્લા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આચરેલા 6 થી વધુ ગુનાઓની કબૂલાત કરી છે.તો અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.એમ એક પછી એક અનેક ગુનાઓને અંજામ આપી સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી કરી દીધી હતી. પોલીસની આગામી તપાસમાં આ વૃદ્ધે  આચરેલા અનેક ગુનાહિત ભૂતકાળ ના કારનામાઓ બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

Published On - 4:34 pm, Fri, 23 September 22