Tender Today : ગુજરાત રાજ્ય નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા ડેમ સેફ્ટીને લગતા કામ માટે ટેન્ડર જાહેર,જાણો બીડ ખોલવાની તારીખ અને સમય

Valsad News: દમણગંગા યોજના વિભાગ-1 મધુબન કોલોનીના કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેર બાંધકામ વિભાગ હેઠળ આ ટેન્ડર મગાવવામાં આવ્યુ છે. '

Tender Today : ગુજરાત રાજ્ય નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા ડેમ સેફ્ટીને લગતા કામ માટે ટેન્ડર જાહેર,જાણો બીડ ખોલવાની તારીખ અને સમય
રાજ્ય નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ઇ ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Feb 18, 2023 | 12:36 PM

ગુજરાત રાજ્ય નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ઇ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. દમણગંગા યોજના વિભાગ-1 મધુબન કોલોનીના કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેર બાંધકામ વિભાગ હેઠળ આ ટેન્ડર મગાવવામાં આવ્યુ છે. ‘એએ’ વર્ગની શ્રેણીમાં સિવિલ વર્ક માટે રજીસ્ટ્રેશન ધરાવતા ઇજારદાર પાસેથી ડેમ સેફ્ટીને લગતા કામો માટે ટેન્ડર મગાવાયા છે. ડેમ સેફ્ટીને લગતા પ્રોટેક્શન વર્ક ઓફ લેફ્ટ સાઇડ રિવર બેન્ક એન્ડ રાઇટ સાઇડ રિવર બેન્ક ઓફ ધ દમણ ગંગા રીઝવીયર પ્રોજેક્ટના એક કામની અંદાજે કિંમત રુ. 816.39 લાખ છે.

આ પણ વાંચો-Tender Today : ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા એપ્રોચ રોડ પરના કામ માટે બહાર પડાયુ ટેન્ડર, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

આ કામો માટે બી-2 ટેન્ડર ફોર્મમાં ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. તો ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 2 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે. તો પ્રી. બીડ મીટિંગની તારીખ 22 ફેબ્રુઆરી 2023 બપોરે 12 કલાકની છે. તો પ્રી બીડની મીટિંગનું સ્થળ વલસાડમાં અધિક્ષક ઇજનેરની કચેરી છે. તો પ્રી. ક્યુ બીડ ખોલવાની તારીખ 3 માર્ચ 2023 બપોરે 12 કલાક સુધીની છે.

તો ટેન્ડર નોટિસમાં જણાવેલા ડોક્યુમેન્ટ ઓનલાઇન તેમજ ફીઝીકલ સબમીટ કરવાના રહેશે. ફીઝીકલ ડોક્યુમેન્ટ સ્પીડ પોસ્ટ મારફતે 10 માર્ચ સુધીમાં સબમીટ કરવાના રહેશે. આ કામની માહિતી વેબસાઇટ www.nprocure.com ઉપર જોવા મળશે.

Published On - 11:37 am, Sat, 18 February 23