દાદરાનગર હવેલી લોકસભા પેટાચૂંટણીમાં શિવસેના ઉમેદવાર કલાબેન ડેલકરની જંગી મતોથી જીત

|

Nov 02, 2021 | 4:58 PM

દાદરાનગર હવેલી લોકસભાની પેટાચૂંટણીમાં પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની અને શિવસેના ઉમેદવાર કલાબેન  ડેલકરનો 51 હજાર 300 મતથી વિજય થયો.

દેશમાં 3 લોકસભા અને 29 વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી શરૂ છે. ત્યારે ઘણી સીટો પર ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.ઘણી સીટો પર પ્રાદેશિક પાર્ટીનો દબદબો જોવા મળ્યો તો અમુક રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો.ત્યારે. મતગણતરીમાં જે પરિણામ સામે સામે આવ્યું છે તે મુજબ દાદરા નગર હવેલી લોકસભા સીટ પર શિવસેનાની જીત થઇ છે. મધ્યપ્રદેશની ખંડવા લોકસભા સીટ પર ભાજપની જીત થઇ છે, તો હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર કોંગ્રેસની જીત થઇ છે. અન્ય સીટોના પરિણામની વાત કરીએ તો

પશ્ચિમ બંગાળઃ તમામ 4 વિધાનસભા સીટ પર TMCની જીત
મધ્યપ્રદેશઃ 1 લોકસભા, 3 વિધાનસભા સીટ પર ભાજપની જીત
હિમાચલ પ્રદેશઃ 1 લોકસભા, 3 વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીત
આસામ : બે વિધાનસભા સીટ પર ભાજપની જીત
બિહારઃ 1 વિધાનસભા સીટ પર JDUની જીત 1 સીટ પર RJD આગળ
રાજસ્થાનઃ 2 વિધાનસભા સીટ પર કોંગ્રેસ જીત તરફ
કર્ણાટકઃ CM બોમ્મઈના ગઢ હાવેરીમાં બેકફૂટ પર ભાજપ
કર્ણાટકઃ 1 પર કોંગ્રેસ અને 1 સીટ પર ભાજપ આગળ
હરિયાણામાં 1 વિધાનસભા સીટ પર INLDની જીત
મહારાષ્ટ્રમાં 1 વિધાનસભા સીટ પર કોંગ્રેસ આગળ
તેલંગાણામાં 1 વિધાનસભા સીટ પર TRS
આંધ્રપ્રદેશમાં 1 વિધાનસભા સીટ પર YSRCએ જીત હાંસલ કરી
મિઝોરમમાં 1 વિધાનસભા સીટ પર MNSની જીત
મેઘાલયની 1 વિધાનસભા સીટ પર સત્તારૂઢ પાર્ટી NPPએ જીત હાંસલ કરી

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં શિવસેનાએ ભાજપને પછાડી દીધું છે.લોકસભાની પેટાચૂંટણીમાં પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની અને શિવસેના ઉમેદવાર કલાબેન  ડેલકરનો 51 હજાર 300 મતથી વિજય થયો.મતગણતરી બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી. ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતે કલા ડેલકરને જીત બદલ શુભકામનાઓ પાઠવી. મહત્વનું છે કે, મોહન ડેલકટરના નિધનના પગલે પેટા ચૂંટણી યોજાઈ હતી.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ બુધવારે ધોરડો-કચ્છ ખાતે જવાનો સાથે દિવાળી પર્વ ઉજવશે

આ પણ વાંચો : દારૂબંધીના લીરેલીરા, ડીસાના TDO ફરજ પર દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ

Next Video