Daman: PM મોદીએ દમણમાં યોજ્યો 16 કિમી લાંબો રોડ શો, પ્રશંસકોએ વડાપ્રધાનને આપ્યો ઉષ્માભેર આવકાર, જુઓ Video

|

Apr 25, 2023 | 11:14 PM

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનના પ્રાંરભે જ  જનસભામાં  હાજર લોકોને ગુજરાતીમાં સંબોધીને પૂછ્યું હતું કે, કેમ છો બધા મજામાં? હું જ્યારે અહીં આવું છું ત્યારે મારું મન આનંદથી ભરાઈ જાય છે.

Daman: PM મોદીએ દમણમાં યોજ્યો 16 કિમી લાંબો રોડ શો, પ્રશંસકોએ વડાપ્રધાનને આપ્યો ઉષ્માભેર આવકાર, જુઓ Video

Follow us on

સેલવાસમાં જંગી જાહેરસભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમણમાં મેગા રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાન મોદીએ દમણમાં 16 કિલોમીટર જેટલો લાંબો ભવ્ય રોડ શો યોજ્યો હતો. પીએમ મોદીના રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વડાપ્રધાન મોદીએ પણ જંગી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.  તેમજ દમણના દેવકા બીચ ઉપર 5 કિમી લાંબા સી વ્યૂ રોડનું લોકાર્પણ કર્યું હતું.

દીવ-દમણને કરોડોના વિકાસકાર્યોની સોગાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘ પ્રદેશો દાદરા અને નગર હવેલી તેમજ દીવ-દમણને કરોડોના વિકાસકાર્યોની સોગાત આપી છે.  પીએમ મોદીના હસ્તે કુલ 4800 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  આ પહેલા વડાપ્રધાન મોદીએ સેલવાસમાં પણ ભવ્ય રોડ શો યોજ્યો હતો.   પીએમના રોડ શો દરમ્યાન ભારે જનમેદની ઉમટી પડી હતી.

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?

પીએમએ સંબોધનમાં કહ્યું, કેમ છો?

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનના પ્રાંરભે જ  જનસભામાં  હાજર લોકોને ગુજરાતીમાં સંબોધીને પૂછ્યું હતું કે, કેમ છો બધા મજામાં? હું જ્યારે અહીં આવું છું ત્યારે મારું મન આનંદથી ભરાઈ જાય છે.  તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં અગાઉની સરકારના શાસનમાં લાંબ સમય સુધી સરકારી પ્રોજેક્ટ્સ લટકી રહેતા હતા. ક્યારેક તો શિલાન્યાસના પથ્થરો પણ પડી જતા હતા પણ પ્રોજેક્ટ પૂર્ણ થતાં નહોતા પરંતુ છેલ્લા 9 વર્ષમાં આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઇ ગયું છે

પીએમ મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક ચાબખાં ફટકારતાં કહ્યું કે અનેક દાયકાઓ સુધી વિકાસને રાજકીય વોટબેંકના ત્રાજવે જ તોળવામાં આવ્યો.

પીએમે સંબોધનમાં કહ્યું કે વર્ષ 2014માં તમે અમને સેવાનો અવસર આપ્યો તો તેનું પરિણામ છે કે, દમણ, દીવ, દાદરા અને નગર હવેલીને તેની પ્રથમ નમો મેડિકલ કોલેજ મળી છે. આવનારા સમયમાં સેલવાસ અને આસપાસનો વિસ્તાર સ્વાસ્થય સુવિધાને લઈ બહુ મજબૂત થવાનો છે.

આ પણ વાંચો: Gujarati video: PM મોદીએ સેલવાસમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી, જાહેર સભામાં કોંગ્રેસ પર માર્યા શાબ્દિક ચાબખા

વડાપ્રધાને નમો મેડિકલ કોલેજનું નિર્માણ કરનારા કામદારો સાથે મુલાકાત કરી

સેલવાસમાં નવનિર્મિત નમો મેડિકલ કોલેજનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  વડાપ્રધાન મોદીએ લોકાર્પણ બાદ કોલેજના વિવિધ વિભાગો તેમજ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.  આ ઉપરાંત વડાપ્રધાને નમો મેડિકલ કોલેજનું નિર્માણ કરનારા કામદારો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ હળવાશભર્યા માહોલમાં કામદારો સાથે સંવાદ સાધ્યો હતો.

 

260 કરોડના ખર્ચે 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજનું નિર્માણ પામેલી છે.  વડાપ્રધાને કોલેજનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કોલેજનું નિર્માણ કરનારા કામદારો સાથે પણ સંવાદ સાધ્યો હતો. કુલ 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજના નિર્માણ પાછળ કુલ 260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નમો મેડિકલ કોલેજમાં હોસ્ટેલ ફેસેલિટિઝ સાથે અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુવિધા સાથે સજ્જ સેન્ટ્રલ લાઇબ્રેરીની સુવિધા છે. આ ઉપરાંત નિષ્ણાત તબીબી સ્ટાફ, હાઇટેક લેબોરેટરી, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન માટે વિશેષ લેબ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ તેમજ રમતગમતની સુવિધાઓનો સમાવેશ થાય છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article