Valsad : વાપી રેલવે સ્ટેશન પર મુસાફર વ્યક્તિ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો, પોલીસકર્મીએ કર્યું દિલધડક રેસ્કયુ, જુઓ Video

|

May 13, 2023 | 1:38 PM

વાપી રેલવે સ્ટેશન પર યાત્રી ચાલુ ટ્રેનમાં ચઢવા જતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. ત્યારે રેલવે સ્ટેશન પર હાજર પોલીસકર્મીએ યાત્રીનું દિલધડક રેસ્ક્યુ કર્યુ હતું. મુસાફરને પોલીસકર્મીએ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેથી ખેંચીને બહાર કાઢ્યો હતો.

Valsad : વાપી રેલવે સ્ટેશન પર મુસાફર વ્યક્તિ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો, પોલીસકર્મીએ કર્યું દિલધડક રેસ્કયુ, જુઓ Video
Vapi Railway Station

Follow us on

રાજ્યમાં રેલવે સ્ટેશન પર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં તેઓ જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક ઘટના વાપી રેલવે સ્ટેશન ( Railway Station ) પર બની છે.

આ પણ વાંચો : Valsad : પારડી GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ 7 ફાયર બ્રિગેડની ટીમે કાબૂ મેળવ્યો, જુઓ Video

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

જેમાં યાત્રી ચાલુ ટ્રેનમાં ચઢવા જતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. ત્યારે રેલવે સ્ટેશન પર હાજર પોલીસકર્મીએ યાત્રીનું દિલ ધડક રેસ્ક્યુ કર્યુ હતું. મુસાફરને પોલીસકર્મીએ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેથી ખેંચીને બહાર કાઢ્યો હતો. પોલીસની સતર્કતા વાપરીને મુસાફરનો જીવ બચાવ્યો હતો. રેલવે સ્ટેશન પર હાજર લોકોએ પોલીસકર્મીની કામગીરીને બિરદાવી હતી.

 

 

સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી મહિલા

આ અગાઉ સુરતમાં ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મહિલા ફસાઈ હતી. ત્યારે RPFના જવાને બચાવી લીધી હતી. બે મિનિટ મોડું થયું હોત તો કદાચ આ મહિલાનું બચવું મુશ્કેલ બની ગયું હોત સુરત રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનમાં ચઢવા જતી એક મહિલાનું સંતુલન ખોરવાતાં તેનો પગ લપસી ગયો હતો. મહિલા દરવાજાનો એંગલ પકડી ન શકતા સીધી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ ગઈ હતી. આ દરમિયાન આરપીએફના એક જવાને મહિલાને તાત્કાલિક બહાર ખેંચી લઈને તેણીનો જીવ બચાવી લીધો હતો. જો બે મિનિટ મોડું થયું હોત તો કદાચ આ મહિલાનું બચવું મુશ્કેલ બની ગયું હોત એવું રેલવે વિભાગનું કહેવું હતું.

અમદાવાદમાં ખાખીએ બચાવ્યો જીવ

થોડા દિવસ પહેલા અમદાવાદ રિવરફ્ન્ટ પરથી એક યુવતી અને એક પરિણીતાને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવતા બચાવી લેવામાં આવી હતી. એક યુવતી સોશિયલ મીડિયા થકી યુવકના પ્રેમમાં પડી હતી. આ યુવતી પ્રેમીએ અનફ્રેન્ડ કરતા જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને પરીવારજનોને જણાવ્યા વગર જ સાબરમતી નદીમાં આત્મહત્યા કરવા ગઈ હતી. સાબરમતી નદીમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનારી યુવતીને પોલીસે બચાવી લીધી હતી. આ સમયે યુવતી ધ્રૂસકેને ધ્રૂસકે રડીને તેને આત્મહત્યા કરવા જવા દેવા માટે આજીજી કરવા લાગી હતી. જો કે પોલીસે કાઉન્સેલિંગ કરીને યુવતીને સ્વજનોને સોંપી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article