કલાબેન ડેલકરે 51,300 મતની જંગી લીડ મેળવી પતિ મોહન ડેલકરનો રેકોર્ડ તોડ્યો, જાણો તેમની ભવ્ય જીત પાછળના કારણો

|

Nov 02, 2021 | 7:56 PM

દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકર (Mohan Delkar)ના નિધનના પગલે પેટા ચૂંટણી યોજાઈ હતી.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadarnagar Haveli) લોકસભા પેટાચૂંટણીમાં શિવસેનાએ ભાજપને પછાડી દીધું છે. લોકસભાની પેટાચૂંટણીમાં પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની અને શિવસેના ઉમેદવાર કલાબેન ડેલકર (Kalaben Delkar)નો 51 હજાર 300 મતથી વિજય થયો…મતગણતરી બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી. ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતે કલાબેન ડેલકરને જીત બદલ શુભકામનાઓ પાઠવી. દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકર (Mohan Delkar)ના નિધનના પગલે પેટા ચૂંટણી યોજાઈ હતી. જો કે 51,300 મતની જંગી લીડથી કલાબેન ડેલકરે તેમના પતિ મોહન ડેલકરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણીમાં કલાબેન ડેલકરની ભવ્ય જીત પાછળના કારણો જોઈએ તો ડેલકર પરિવાર વર્ષોથી રાજકારણમાં સક્રિય રહ્યો છે. કલાબેનના પતિ સ્વર્ગીય મોહન ડેલકર 7 ટર્મ દાદરા નગર હવેલીના સાંસદ રહ્યા હતા. આ ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સહીતના આદિવાસી વિસ્તારોમાં આ ડેલકર પરિવારની ઘણી લોકચાહના છે. કલાબેન ડેલકર ગૃહિણી હોવાની સાથે રાજકીય જ્ઞાન પણ ધરાવે છે. આ ઉપરાંત તેમના પુત્ર અભિનવ ડેલકરની રણનીતિ પણ કલાબેન ડેલકરની જીત પાછળ સૌથી મોટું કારણ છે. અભિનવ ડેલકર સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના પ્રદેશ અધ્યક્ષ છે.

આ પણ વાંચો : Diwali Muhurat Trading 2021: દિવાળીમાં બે દિવસ બંધ રહેશે શેરબજાર પણ આ ખાસ સમયે મળશે કમાણીની તક , જાણો વિગતવાર

આ પણ વાંચો : RBI ગવર્નર અને બેંકના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, નાણાકીય વ્યવસ્થાને મજબૂત કરવા પર અપાયો ભાર

Next Video