Monsoon 2022: આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની ટીમ એલર્ટ પર

|

Jun 22, 2022 | 11:32 AM

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા (Rain) મન મૂકીને વરસે તેવી આગાહી છે. હવામાન વિભાગના (Meteorological Department) મતે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.

Monsoon 2022: આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,  NDRF અને SDRFની ટીમ એલર્ટ પર
Symbolic Image

Follow us on

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું (Rain) આગમન થઈ ગયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે હવે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળી શકે છે.ભારતીય હવામાન વિભાગનું (IMD) માનીએ તો વલસાડ (Valsad)  જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 24 જૂનથી 26 જૂન સુધી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેને લઇને NDRF અને SDRFની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. આમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. તો વલસાડમાં 24થી 26 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેના પગલે વડોદરાથી NDRFની એક ટીમ નવસારી પહોંચી ગઈ છે. તો SDRFની એક-એક ટીમને સુરત અને ભરૂચમાં કરવામાં આવી છે આમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળશે

રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કેટલાક તાલુકાઓમાં મેઘમહેર યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના વિજયનગરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. તો અમદાવાદના વિરમગામમાં એક ઇંચ વરસાદ અને મોડાસા અને પોસીનામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાની માહિતી આપી છે. ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ પણ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

Next Article