ગુજરાતમાં વાપી નગરપાલિકા ચૂંટણી માટે મતદાન શરૂ, 43 બેઠક માટે 109 ઉમેદવારો મેદાનમાં

|

Nov 28, 2021 | 9:42 AM

વાપી નગર પાલિકાની 43 બેઠકો માટે 109 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં 1 બેઠક પર ભાજપ બિનહરીફ છે.ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

ગુજરાતમાં (Gujarat) વાપી નગરપાલિકાની (Vapi Nagarpalika) ચૂંટણી (Election) માટે મતદાન (Voting) થઈ રહ્યું છે.વાપીના 11 વોર્ડની કુલ 44માંથી 43 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. વાપી નગર પાલિકાની 43 બેઠકો માટે 109 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં 1 બેઠક પર ભાજપ બિનહરીફ છે.ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

જેમાં 129 બુથો પરથી 1 લાખ 2 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.જેમાં 28 બુથો સંવેદનશીલ હોવાથી શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વાપી શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાની ચૂંટણી પ્રચારમા તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને રિઝવવા પૂરજોશમાં પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. આ વખતે વાપી નગરપાલિકા વિસ્તારના 1 લાખ 2 હજાર મતદારોમાં 15 હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા છે. જેમાં 15 ટકાથી વધુ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે..

ત્યારે આ નવા મતદારોને રિઝવવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધુ હતું.યુવાવર્ગને આકર્ષવા માટે સોશિયલ મીડિયા થકી ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો હતો.વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી રાજકીય પાર્ટીઓ યુવા મતદારો સુધી પહોંચી હતી. જેના પગલે આ વખતની  ચુંટણીમાં યુવા મતદારોના મત નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આફત, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આ વિસ્તારોમાં માવઠાની શક્યતા

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરના ભાટ ખાતે અમૂલના 415 કરોડના 4 પ્રોજેક્ટ ખુલ્લા મુકશે

 

 

Published On - 9:37 am, Sun, 28 November 21

Next Video