વડોદરાના ડભોઈમાં શાળાની દયનિય સ્થિતિ, પતરાવાળી જર્જરિત શાળામાં જીવના જોખમે આવે છે વિદ્યાર્થીઓ

|

Jan 03, 2023 | 11:37 PM

Vadodara: ડભોઈ પાલિકામાં આવેલી પ્રાથમિક શાળાની હાલત છેલ્લા પાંચ વર્ષથી દયનિય બની છે. પતરાવાળી અને ગમે ત્યારે પડુ પડુ થઈ રહેલી જર્જરિત શાળાના નવિનીકરણ માટે અનેકવાર રજૂઆતો કરાઈ, પરંતુ તંત્રના બહેરા કાને આ રજૂઆતોની કોઈ અસર થતી નથી.

વડોદરાના ડભોઈમાં શાળાની દયનિય સ્થિતિ, પતરાવાળી જર્જરિત શાળામાં જીવના જોખમે આવે છે વિદ્યાર્થીઓ
પતરાવાળી જર્જરિત શાળા

Follow us on

શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. શિક્ષણ માટે કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવાય છે. પરંતુ આ રૂપિયા જાય છે ક્યાં? આ સવાલ વડોદરાના ડભોઈમાં આવેલી શાળાને જુઓ તો જરૂર થાય. વર્ષ 1991માં નિર્માણ પામેલી પતરાવાળી શાળા હાલ જર્જરિત હાલતમાં છે. શાળાઓના આ દ્રશ્યો જોઈને મન દુઃખી થયા વિના નહીં રહે. દેશનું ભવિષ્ય જ્યાં તૈયાર થવાનું છે તે શિક્ષણનું ધામ દયનીય સ્થિતિમાં છે.

છત અને દિવાલો એવી થઈ ગઈ છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે. બાળકો તો માસૂમ છે. એમને તો એ ય ખબર નહીં હોય કે તેઓ જ્યાં ભણી રહ્યા છે એ છત કેટલી જોખમી સાબિત થઈ શકે છે. કહેવા માટે તો એ શાળા ડભોઈ પાલિકામાં આવેલી છે. પરંતુ સુવિધા છેવાડાના ગામ જેવી પણ નથી. એટલું જ નહીં શાળામાં શૌચાલયની પણ કોઈ સુવિધા નથી. શાળાના નવિનીકરણ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ જ ઉકેલ નથી આવ્યો.

જો સમયાંતરે શાળાનું સમારકામ કરાયું હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત. રિપેરિંગના અભાવે છેલ્લા 5 વર્ષથી આ શાળા અતિ જર્જરિત હાલતમાં છે. શાળાના આચાર્યએ 2 વર્ષ પૂર્વે નવી શાળા બનાવવા અરજી કરી હતી. પરંતુ મંજૂરી ન મળતાં વધુ એકવાર અરજી કરવામાં આવી છે. જેને લઈ શિક્ષણ સમિતિના ચેરમેન બચાવની મુદ્રામાં જોવા મળ્યા. તેમણે દાવો કર્યો કે રજૂઆત મળી હતી પરંતુ પૂરતા દસ્તાવેજો ન હોવાથી શાળાને ફરી દસ્તાવેજો મોકલવા કહ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જોકે હવે દસ્તાવેજો આવી ગયા હોવાથી ટૂંક સમયમાં જ શાળાનું કામ શરૂ થાય તે દિશામાં કામ ચાલી રહ્યું હોવાનું આશ્વાસન તેઓ આપી રહ્યા છે. હવે આ આશ્વાસન ક્યારે મૂર્તિમંત થશે ? એ તો સરકારી તંત્ર જાણે. પણ ભૂલકાંઓને જલ્દીથી સારી શાળામાં અભ્યાસ કરવા મળે તેવી વ્યવસ્થા થાય એના માટે વાલીઓ અને શિક્ષકો પણ રાહ જોઈ રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- હસન ખત્રી- ડભોઈ

Next Article