VAPI : 28 નવેમ્બરે યોજાશે વાપી નગરપાલિકાની ચૂંટણી, ભાજપ-કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

|

Nov 04, 2021 | 4:06 PM

Vapi Municipality Elections : 28 નવેમ્બરે વાપી નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે.

VALSAD : 28 મી નવેમ્બરના રોજ વાપી નગરપાલિકાની ચૂંટણી (Vapi Municipality Elections) યોજવા જઈ રહી છે… જેને લઈ દિવાળી તહેવારોમાં જ રાજકીય વાતાવરણનો માહોલ સર્જાયો છે..દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાની ચૂંટણી (Vapi Nagarapalika Elections) જાહેર થતા ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે અત્યારે વાપી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ગઈ ચૂંટણીમાં વાપી નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. જોકે આ વખતે ભાજપ 44 માંથી 44 બેઠકો મેળવવાની રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે.

તો બીજી બાજુ કોંગ્રેસે પણ પૂરી તૈયારી સાથે આ વખતે ચૂંટણીની તૈયારીમાં લાગી છે. મહત્વપૂર્ણ છે કે ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 3 જ બેઠક પર વિજય મેળવી શકી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ મોંઘવારી સહિતના મુદ્દાઓને આગળ ધરી અને લોકો વચ્ચે જઈ અને મત માંગશે. અને આ વખતે કોંગ્રેસ ગઈ વખતના પોતાના ગ્રાફમાં સુધારો કરવા માટે મહેનત કરી રહ્યું છે.

વાપી નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે 2 માસ અગાઉ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વાપી નગરપાલિકાની 44 માંથી 41 બેઠકો ભાજપની છે. કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો છે.આ વખતની ચૂંટણીમાં બેઠકો વધારવા કોંગ્રેસે 2 માસ અગાઉથી ચૂંટણીની તૈયારી કરી હતી. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેષ વશીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસે મોટા ભાગના ઉમેદવારોના નામ પણ નક્કી કરી દીધા છે. આ વખતે વાપી નગરપાલિકામાં કોંગ્રેસ કેટલી બેઠકો પર જીત મેળવશે એના પર સૌની નજર છે.

આ પણ વાંચો : ગુનો કરી સજા પામેલ આરોપી જેલમાં ગયો, જેલમાંથી છૂટતા વિડીયો બનાવ્યો અને ફરી ગુનો નોંધાયો

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ અને VAT ઘટાડવા બદલ નીતિન પટેલે PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા

Next Video