VALSAD : વાપી નગરપાલિકા જીતવા માટે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ કમર કસી

|

Nov 23, 2021 | 7:35 PM

Vapi Municipality Elections : વાપી નગરપાલિકા જીતવા માટે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે.મહત્વપૂર્ણ એ છે કે અત્યારે વાપી નગરપાલિકામાં ભાજપનું શાસન છે.

VALSAD : વાપીમાં 28મી નવેમ્બરના રોજ વાપી નગરપાલિકાની ચૂંટણી (Vapi Municipal elections) યોજાશે. જેને લઈને વાપીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વાપી નગરપાલિકામાં છેલ્લા 3 ટર્મથી ભાજપનો દબદબો છે.વાપી નગરપાલિકા જીતવા માટે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે. મહત્વપૂર્ણ એ છે કે અત્યારે વાપી નગરપાલિકામાં ભાજપનું શાસન છે.સત્તા જાળવી રાખવા માટે BJP પોતાની રણનીતિ તૈયાર કરી છે.

ભાજપના પ્રભારી અને રાજ્ય નાણાંમંત્રીની સમક્ષ વાપી નગરપાલિકાની 44 બેઠકો માટે 190થી વધુ ટિકિટ ઇચ્છુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.તો બીજી બાજુ આ વખતે કોંગ્રેસ પણ બહુમતી મેળવવા માટે તૈયારી કરી રહી છે.મહત્વપૂર્ણ છે કે ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 3 બેઠક પર વિજય મેળવી શકી હતી.

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. તમામ પાર્ટી ચૂંટણીમાં વિજયી બનવા માટે જોરશોરમાં પ્રચાર કરી રહી છે. ત્યારે વાપી ભાજપે દરવખતેની જેમ આ વખતે પણ પાર્ટીએ એ જ સ્થળે કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના નાણા મંત્રીએ કાર્યાલયનું ઉદ્ધાટન કરી પ્રચારનો આરંભ કરાવ્યો હતો.

વાપી ભાજપના અગ્રણીઓ માની રહ્યા છે કે, વાપીના પેપીલોન ચાર રસ્તા નજીક આવેલી આ જગ્યા તેમના માટે શુકનંવતી સાબિત થાય છે. સાથે જ દાવો કર્યો કે, આ વખતે વાપીમાં નગરપાલિકાની તમામ બેઠકો ભાજપના ફાળે જશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી શરૂ થતાં પહેલાં જ વાપીમાં 1 બેઠક પર ભગવો લહેરાઈ ચૂક્યો છે. હવે બાકી બચેલી 43 બેઠકો પર 109 ઉમેદવારો મેદાનમાં છે.

આ પણ વાંચો : FACEBOOK પર 28 લાખની છેતરપિંડી : ગોધરા સાઈબર ક્રાઈમે 2 નાઈજીરીયન અને 1 ભારતીય નાગરિકની ધરપકડ કરી

આ પણ વાંચો : RAJKOT : આર્મી જવાન સાથે ટ્રાફિક પોલીસનું ગેરવર્તન, જવાને ન્યાય માટે કોર્ટમાં કરી અરજી

Next Video