
જો આપ પણ વાળ (hair) સાથે અખતરા કરી રહ્યા છો તો જજો….કારણકે વલસાડના (Valsad) વાપીમાં એક યુવકને નવી સ્ટાઈલમાં હેર કપાવવા ભારે પડયા છે. સુલપડના હેર સલૂનમાં (Hair Saloon) ફાયર હેર કટિંગ કરવા જતા યુવક દાઝી ગયો હોવાની ઘટના સામે આવી છે. વાળમાં આગ લગાવીને કપાવવા જતા યુવક ગંભીર રીતે દાઝ્યો હતો. યુવકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. કાતરના બદલે કેમિકલથી (Chemical) સળગાવી વાળ કાપતા જતા ઘટના બની છે. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી.
વાપીના સુલપડમાં યુવકને વાળ સાથે અખતરો પડયો ભારે: વાળમાં આગ લગાવીને કપાવવા જતા દાઝી ગયો યુવક #Valsad #Gujarat #TV9News pic.twitter.com/ZJtscUsafy
— Tv9 Gujarati (@tv9gujarati) October 27, 2022
મોટાભાગના સૌંદર્ય ઉત્પાદનો જ્વલનશીલ હોય છે. તેમને બનાવવા માટે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ જ્વલનશીલ છે. આવી સ્થિતિમાં હેર ડ્રેસરે હેર ડ્રાયર શરૂ કરતા જ તેમાં રહેલા સ્પાર્કને કારણે તે હેર જેલના સંપર્કમાં આવી ગયું અને તેમાં આગ લાગી. વાયરલ થઈ રહેલી ક્લિપમાં હેર ડ્રેસરની સાથે ગ્રાહક દાઝી ગયા બાદ ચીસો પાડતો જોવા મળે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
Published On - 9:48 am, Thu, 27 October 22