VALSAD : કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકસાન, જગતના તાત ઉપર આર્થિક નુકસાનીની લટકતી તલવાર, મોટાભાગનો પાક બગડયો

|

Dec 02, 2021 | 5:01 PM

આફૂસ કેરી માટે જાણીતા વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીના પાકની પણ તૈયારી કરી રહ્યા છે. ત્યારે હાલના વરસાદે કેરીના પાકને પણ નુકસાની પહોંચાડી છે. એટલે કે ધરતીપુત્રોએ માથે હાથ દઈને બેસવાનો વારો આવ્યો છે

VALSAD : કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકસાન, જગતના તાત ઉપર આર્થિક નુકસાનીની લટકતી તલવાર, મોટાભાગનો પાક બગડયો
કમોસમી વરસાદથી ખેતીને નુકસાન

Follow us on

VALSAD : ફરીવાર કમોસમી વરસાદે (Unseasonal rains)ધરતીપુત્રોને આફતમાં મૂકી દીધા છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસર ખેતી (Farming) ઉપર થઇ રહી છે. અને એક બાદ એક પાક ફેલ થઇ રહ્યો છે. આથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. અને આર્થિક સંકડામણમાં તેઓ ધકેલાઈ રહ્યા છે.

ખેતી માટે જાણીતા વલસાડ જિલ્લામાં ખેતીનું (Farming) પ્રમાણ ઘટી રહ્યું છે. ખાસ કરીને વાતાવરણમાં અવર નવર થઇ રહેલા પલટાને કારણે ખેડૂતો (Farmer) આર્થિક ચપેટમાં આવી રહ્યા છે. છેલ્લા ૨ દિવસથી વલસાડ જિલ્લામાં પડેલા વરસાદએ શીયાળા પાકને લપેટામાં લીધો છે. અને મોટા ભાગનો પાક પલળી જવાથી જગતના તાત ઉપર આફતનું પહાડ તૂટી પડ્યું છે. આ વર્ષે ૨ વાર કમોસમી વરસાદે(Unseasonal rains) ખેતીને નુકસાન કર્યું છે. ગત માસમાં પણ વરસાદના કારણે શાકભાજી અને ડાંગરનો પાક બગડ્યો હતો. તો ચાલુ માસમાં પણ વરસાદે ખેતીમાં પાણી પાણી કરી દીધું છે. કમોસમી વરસાદ માત્ર માવઠા સમાન ન હતો, બરાબરનું ચોમાસું જામ્યું હોય એમ મેઘવર્ષા થઇ હતી. ૨ ને ૩ ઇંચ આકાશી પાણી પડતા ખેતીમાં પાણી ફરી વળ્યું છે. જેથી આંખોની સામેજ નુકસાની દેખાઈ રહી છે. અને જ્યાં ઓછું પાણી ભરાયું છે ત્યાં પણ જીવાતનો ખતરો ઉભો થયો છે.જેથી હવે ફરી એક વાર દવાનો છંટકાવ ખેડુતોએ કરવો પડશે અને એના કારણે તેમનો ખર્ચ વધુ થશે.

આફૂસ કેરી માટે જાણીતા વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીના પાકની પણ તૈયારી કરી રહ્યા છે. ત્યારે હાલના વરસાદે કેરીના પાકને પણ નુકસાની પહોંચાડી છે. એટલે કે ધરતીપુત્રોએ માથે હાથ દઈને બેસવાનો વારો આવ્યો છે. હવે ધરતી પુત્રો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે અને દરેક પાકને પાક વીમા યોજના અંતર્ગત સમાવવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

છેલ્લા ઘણા વર્ષોથી વાતાવરણના પલટાને કારણે ખેતીમાં નુકસાન થઇ રહ્યું છે. સારી કમાણી અને સારા પાકની આશા રાખતા ખેડૂતોની આશા ઉપર વરસાદી પાણી ફરી વળવાના કારણે તેમની ગણતરી ઉંધી પડી રહી છે. અને અંતે ખેડૂતોને રોવાનો વારો આવી રહ્યો છે. તેમાં પણ ખેતી માટે લોન લેતા કે દેવું કરતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તો કેટલાક યુવાનો ખેતી છોડી વેપાર કે નોકરી તરફ વળી રહ્યા છે. ત્યારે ખેતી બચાવવા માટે સરકાર કોઈ એક્શન પ્લાન લાવે એ જરૂરી બન્યું છે.

 

Next Article