Valsad: વાપીમાં ધોળા દિવસે 8 લાખથી વધુની લૂંટ, કર્મચારી પાસેથી બેગ ઝુંટવી આરોપી ફરાર

|

Apr 17, 2023 | 8:04 PM

વાપીના ગુંજન વિસ્તારમાં ધોળે દિવસે કર્મચારી લૂંટાયો છે. બાઈક પર આવેલા લૂંટારુઓ રૂપિયા 8.70 લાખની લૂંટ ચલાવી ફરાર થયા છે.

Valsad: વાપીમાં ધોળા દિવસે 8 લાખથી વધુની લૂંટ, કર્મચારી પાસેથી બેગ ઝુંટવી આરોપી ફરાર
વાપીમાં ધોળે દિવસે લૂંટની ઘટના

Follow us on

વલસાડ જિલ્લાના વાપી ખાતે ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. વાપીના ગુંજન વિસ્તારમાં ધોળે દિવસે કર્મચારી લૂંટાયો છે. બાઈક પર આવેલા લૂંટારુઓ રૂપિયા 8.70 લાખની લૂંટ ચલાવી ફરાર થયા છે. બે શખ્સોએ એક કર્મચારીને બાઇક પરથી પાડ્યા બાદ રોકડા ભરેલી બેગ લૂંટી ફરાર થયા છે. ખાનગી કોન્ટ્રાક્ટરના બન્ને કર્મચારીઓ બેંકમાંથી નાણાં ઉપાડી જતી વખતે આ ઘટના બની છે. વાપી જીઆઈડીસી પોલીસે આ લૂંટની ઘટના મામલે તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના સમાચાર અહીં વાંચો.

વાપીમાં ધોળા દિવસે 8 લાખથી વધુની લૂંટ

વાપી ગુંજન એક્સટેન્શનના ઉપાસના સ્કૂલ રોડ પર લૂંટારુઓ 8.70 લાખની લૂંટ કરી ફરાર થયા છે. લૂંટારુઓ બાઇક લઈને આવ્યા હતા. અને થેલીમાં રાખેલા રૂપિયા આંચકીને ભાગ્યા હતા. વલસાડ જિલ્લાના વાપી તાલુકા GIDC ગુંજન એક્સ્ટેંશનમાં આવેલી ઉપાસના સ્કૂલ પાસે આવેલી બજાજ ફાયનાન્સની ઓફિસની સામે એક બાઇક ચાલક ICICI બેંકમાંથી મજૂરોને ચૂકવવા માટે 8.70 લાખ લેતો હતો, ત્યારે આ લૂંટની ઘટના ઘટી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

લૂંટની ઘટનાને કેવી રીતે આપ્યો અંજામ ?

આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિ પોતાની પાસેથી રહેલી થેલી-બેગ સાથે નીચે પડી ગયો હતો, આ બાદ બેગ આંચકી લીધા બાદ પલ્સર ચાલક અને તેની સાથેનો એક વ્યક્તિ ભાગી ગયો હતો. ત્યારબાદ લેબર કોન્ટ્રાક્ટરે ચોર ચોર બૂમો પાડવાનું શરૂ કર્યું હતું તેમ છતાં લોકો જોતા જ રહ્યા હતા, અને દરમિયાન બાઈક ચાલક 8.70 લાખ લઈને ફરાર થઈ ગયો હતો. જેમાં બાઇક ચાલકની પાછળ બેઠેલો શખ્શ સ્નેચિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાની માહિતી મળતા વાપી GIDC પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ છે. હવે કેસના આરોપી કયારે ઝડપાય છે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:00 pm, Mon, 17 April 23

Next Article