VALSAD : દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેર, કપરાડામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો

|

Sep 22, 2021 | 12:44 PM

નોંધનીય છેકે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેર યથાવત છે. ત્યારે ખાસ કરીને વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. સૌથી વધારે જિલ્લાના કપરાડામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. કપરાડામાં ભારે વરસાદથી નદી-નાળાઓ છલકાયા છે. અને, કેટલીક જગ્યાએ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે.

હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 

નોંધનીય છેકે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં બુધવારે ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Uttarakhand: સંપત્તિને લગતા વિવાદો સંતો પર ભારે પડી રહ્યા છે, છેલ્લા 3 દાયકામાં 22 સંત આવા કાવતરાનો શિકાર બન્યા

આ પણ વાંચો : Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

Next Video