VALSAD : શેરબજારમાં થયેલા નુકસાનને ભરપાઇ કરવા મિત્રોને જ નવડાવવાનો બનાવ્યો પ્લાન, બે આરોપી જેલ હવાલે

આ ઘટનામાં લૂંટ થયેલ 16 તોલાથી વધારે સોનું,સાત હજાર રૂપિયા રોકડા અને લુંટાયલ મોબાઈલ પણ દમણ પોલીસે જપ્ત કરી લીધા છે. દમણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મનોજ ભટ્ટ અને નિર્મલ શાહને શેરબજારમાં મોટું નુકસાન થયું હતું.

VALSAD : શેરબજારમાં થયેલા નુકસાનને ભરપાઇ કરવા મિત્રોને જ નવડાવવાનો બનાવ્યો પ્લાન, બે આરોપી જેલ હવાલે
VALSAD: Fraudulent plan with friends to compensate for losses in the stock market (પ્રતિકાત્મક તસ્વીર)
| Edited By: | Updated on: Feb 05, 2022 | 6:45 PM

VALSAD : શેરબજારમાં વિના વિચાર્યે નાણા રોક્યા બાદ ક્યારેક મોટી નુકશાની પણ થતી હોય છે. ત્યારે શેરબજારમાં (Share Market) લાખોનું નુકસાન કરી બેઠેલા મુંબઈના બે ઈસમોએ રૂપિયાની ભરપાઈ કરવા માટે પોતાના જ મિત્રને (FRIENDS)નવડાવવાનો (Fraud) પ્લાન કર્યો હતો. જોકે તેમનો આ પ્લાન પોલીસે ગણતરીના સમયમાં જ અસફળ કરી મિત્રોને જેલની હવા ખવડાવી છે.

દમણ પોલીસ જાપ્તામાં આવેલા ચાર ઈસમો મૂળ મુંબઈના વતની છે.આ તમામ પર લૂંટનો આરોપ લાગ્યો છે. મનોજ ભટ્ટ , નિર્મલ શાહ ,પ્રવીણ જૅન અને કશીશ જૈન પર તેના જ મિત્ર નટવરલાલ વાઢેર સાથે લૂંટ કરવાનો આરોપ લાગ્યો છે. જીહા મુંબઈમાં રહેતા મનોજ ભટ્ટ અને નિર્મલ શાહને શેરબજારનું ઘેલું લાગ્યું હતું. શેરબજારમાં રાતોરાત અમીર થઈ જવા માટે સટ્ટો લગાવતા આ બંને ઈસમો હવે દમણ પોલીસના મહેમાન બન્યા છે. ઘટનાની વિગત વાત કરીએ તો મોટી દમણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જામપોર બીચ એક પ્રવાસન સ્થળ છે.

દક્ષિણ ગુજરાત અને મુંબઈમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આ બીચ પર ફરવા આવે છે. ત્યારે ગયા અઠવાડિયે નટવરલાલ વાઢેર તેમના મિત્ર મનોજ ભટ્ટ અને નિર્મલ સાથે દમણ ફરવા આવ્યા હતા. દમણના જામપોર બીચ પર આ ત્રણેય મિત્રો જ્યારે ફરી રહ્યા હતા. ત્યારે અચાનક જ બે ઈસમો મંકી કેપ પહેરીને તેમના પર ત્રાટક્યા હતા. અને નટવરભાઈ પાસે રહેલા 16 તોલાથી પણ વધારેના દાગીના અને સાત હજાર રૂપિયા રોકડા તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટનાને પગલે દમણ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાની ગંભીરતાને લઈને દમણ પોલીસે આ મામલે હવે આ ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ ઘટનામાં લૂંટ થયેલ 16 તોલાથી વધારે સોનું,સાત હજાર રૂપિયા રોકડા અને લુંટાયલ મોબાઈલ પણ દમણ પોલીસે જપ્ત કરી લીધા છે. દમણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મનોજ ભટ્ટ અને નિર્મલ શાહને શેરબજારમાં મોટું નુકસાન થયું હતું. જેથી તેઓએ તાત્કાલિક રૂપિયા કમાવા માટે નટવરલાલ વાઢેરને લૂંટવાનો એક પ્લાન બનાવ્યો હતો. મનોજ અને નિર્મલ નટવરલાલને દમણ ફરવા માટે લાવ્યા હતા. દમણમાં તમામ પ્રકારની મોજશોખ મળી રહે છે.

તેની લાલચ આપીને મનોજ અને નિર્મલ નટવરને દમણ લાવ્યા હતા અને તેમના જ બે સાથી પ્રવીણ જૈન અને કશીશ જૈન અગાઉથી જ દમણમાં આવી પહોંચ્યા હતા. અગાઉના પ્લાન મુજબ મનોજ અને નિર્મલ નટવરલાલને એકાંત જગ્યા પર લઇ ગયા હતા. અને ત્યાં જ પ્રવીણ જૈન અને કશિશ જઈને પ્લાન મુજબ નટવરલાલ સાથે લૂંટનું તરકટ રચ્યું હતું. તેમની પાસે રહેલું તમામ 16 તોલાથી પણ વધારે સોનું અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે દમણ પોલીસે તાત્કાલિક આ તમામ ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે. અને તેમની પાસેથી લૂંટ કરાયેલા તમામ મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે.

સંઘપ્રદેશ દમણ એક પ્રવાસન સ્થળ છે અને દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોજ કરવા માટે આવતા હોય છે. જેથી આ તકનો લાભ લઇ મનોજ અને નિર્મલ નટવરલાલ વાઢેર લૂંટી લેવા માટે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જોકે હવે આ તમામ ચાર આરોપી દમણ પોલીસની ગિરફ્તમાં આવી પહોંચ્યા છે. દમણ પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ લઇ વધુ તજવીજ હાથ ધરી છે. આમ શેરબજારમાં થયેલ લાખોના નુકસાનની ભરપાઈ કરવા માટે મિત્રે જ મિત્ર સાથે લૂંટ ચલાવવાનો પ્લાન ઘડ્યો હતો .જોકે હવે તમામ ચાર આરોપીઓએ લાંબા સમય સુધી જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : PM JAY- મા યોજના હેઠળ લાભાર્થી દર્દીઓને દાવા-ચૂકવણીમાં ગુજરાત દેશમાં પ્રથમ

આ પણ વાંચો : સોમવારથી રાજ્યમાં 1થી 9 ધોરણનુ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી માહિતી