Vadodara: ચાંદોદ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં વધારો, મલ્હારરાવ ઘાટના વધુ 23 પગથિયા પાણીમાં ગરકાવ

|

Aug 23, 2022 | 9:22 AM

સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) પાણી છોડાતા વડોદરામાં આવેલા ચાંદોદ ખાતે નર્મદા નદીની (Narmada river) જળસપાટીમાં વધારો થયો છે. મલ્હારરાવ ઘાટના ખુલ્લા થયેલા પગથિયા ફરી પાણીમાં ડૂબ્યા છે.

Vadodara: ચાંદોદ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં વધારો, મલ્હારરાવ ઘાટના વધુ 23 પગથિયા પાણીમાં ગરકાવ
વડોદરાના ચાંદોદમાં નર્મદા નદી બે કાંઠે થતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ

Follow us on

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા (Narmada) જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટીમાં તો વધારો થયો છે. ત્યારે વડોદરાના ચાંદોદમાં પણ નર્મદા નદીની જળ સપાટી વધી છે. હાલ નર્મદામાં જળસ્તર 136 મીટર સુધી પહોંચ્યું છે સરદાર સરોવર ડેમમાં 3 લાખ 12 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 2.15 મીટર ખોલી કુલ 3 લાખ 94 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગલે ચાંદોદમાં (Chandod) આવેલા મલ્હારરાવ ઘાટના પગથિયા ફરી પાણીમાં ડુબી ગયા છે. હાલ મલ્હારરાવ ઘાટના કુલ 81 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે.

ચાંદોદમાં લોકોને સાવચેત રહેવા સૂચના

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરામાં આવેલા ચાંદોદ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે. મલ્હારરાવ ઘાટના ખુલ્લા થયેલા પગથિયા ફરી પાણીમાં ડૂબ્યા છે. મલ્હારરાવ ઘાટના વધુ 23 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. હાલ મલ્હારરાવ ઘાટના કુલ 81 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. હવે માત્ર 27 પગથિયા જ પાણીની બહાર છે. સરદાર સરોવર ડેમમાં 3 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી બીજીવાર બે કાંઠે થઈ છે. ચાંદોદ ખાતે હાલ નર્મદા નદીની જળસપાટી સ્થિર છે. તેમ છતા લોકોને સાચવેત રહેવા સૂચના આપવામાં આવી છે. ચાણોદ, કરનાળી, ભીમપુરા અને નંદેરિયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી (Narmada river) ગાંડીતૂર બની છે. આથી નર્મદા નદીના કાંઠે આવેલા ગ્રામજનોને સુરક્ષાના કારણોસર નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ચાંદોદમાં પણ નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે. જેથી મલ્હારરાવ ઘાટના ખુલ્લા થયેલા પગથિયા ફરી પાણીમાં ડૂબ્યા છે. હાલ મલ્હારરાવ ઘાટના કુલ 81 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે.

ઉપરવાસમાં આવેલા ઈન્દિરા સાગર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેને લઈને ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલ ડેમના 15 દરવાજા 2.35 મીટર સુધી ખોલીને રેડિયલ ગેટમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત જળ વિદ્યુત મથકોમાંથી પણ પાણી નર્મદા(Narmada)માં છોડવામાં આવશે. આ અગાઉ ડેમના 10 દરવાજા ખોલી ડેમમાંથી 1 લાખ 55 હજાર 85 ક્યુસેક પાણી છોડાવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ડેમમાં 32 કલાક બાદ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થશે.

(વીથ ઇનપુટ-હસન ખત્રી, ડભોઇ, વડોદરા)

Published On - 9:21 am, Tue, 23 August 22

Next Article