વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામમાં આવેલ 900 વર્ષ પૌરાણિક તુળજા ભવાની મંદિર ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો માના દર્શનાર્થે ઊંમટી પડ્યા હતા.
પાદરા તાલુકાના રણુ ગામમાં આવેલા 900 વર્ષ જૂના પૌરાણિક તુળજા ભવાની મંદિર ખાતે નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી છે. ત્યાં રવિવારે મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા હતા અને પાંચમા નોરતે માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
રણુ સ્થિત તુળજા ભવાની મંદિરનું નવરાત્રીનું અનેરું મહત્વ છે. જ્યા વહેલી સવારથી જ લાખો ની સંખ્યામાં પદયાત્રીઓ માના દર્શનનો લાભ લેવા માટે પદયાત્રા કરી રણુ પહોંચે છે. મંદિર પરિસરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. મંદિરમાં મંગળા આરતીથી માંડીને આરતી સંધ્યા આરતી ના દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થતા હોય છે તેમજ માતાજીને વિવિધ પ્રકારના થાળ અને અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન સોનાના દાગીના વાળા આભૂષણોથી માતાજીને સોળે શણગાર કરવામાં આવે છે આસો નવરાત્રી હોય કે ચૈત્ર નવરાત્રી હોય તેવા સમય દરમિયાન તુળજા ભવાની માતાજીને સોળે શણગાર કરવામાં આવે છે.
વડોદરામાં મલ્હારાવ ગાયકવાડ હતા. જેઓને પાદરામાં કોઈ કારણોસર નજર કેદ કરવામાં આવ્યા હતા. મલ્હારાવ તુળજા ભાવની માતાને કુળ દેવી તરીકે પૂજતા હતા અને તેઓએ માનતા રાખી હતી કે જો તેઓને છોડી દેવામાં આવે તો તેઓ માતાજીને કરોડો રૂપિયાના આભૂષણો ચડાવશે. તેમને કુળદેવીમાં અપાર શ્રદ્ધા હતી અને માતાજીએ તેમની ઉપર આશીર્વાદ વરસાવતા હોય તેમ તેઓ છૂટી ગયા હતા આથી તેમણે માનતા પૂરી કરવા માના ચરણેમાં લાખો રૂપિયાના હીરા ઝવેરાત ધર્યા હતા.
અને તેમાં મલ્હારાવ ને માતાજી એ પડછો બતાવતા નજર કેદ માંથી તેમને રિહા કરી દેવામાં આવ્યા હતા તે માણતા મલ્હાર રાવ ગાયકવાડે પોતાની માનતાપુરી થતા ની સાથે જ માતાજીને કરોડો રૂપિયાના હીરા ઝવેરાત સહિતના આભૂષણો ચડાવ્યા હતા. જોકે ત્યારબાદ આ તમામ આભૂષણોની જવાબદારી સરકાર હસ્તક કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ 150 વર્ષથી સતત નવરાત્રી દરમિયાન સરકારની નજર હેઠળ ટ્રેઝરીમાંથી પોલીસ બંદોબસ્ત સાથે માતાજીને શણગાર કરવામાં આવે છે.
કરોડો રૂપિયાના હીરા ઝવેરા દ્વારા આભૂષણો ચડાવ્યા બાદ સતત માતાજીની પરિસરમાં પોલીસનો જડબે સલાક બંદોબસ્ત પણ રાખવામાં આવે છે. જ્યા માતાજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે અને ત્યારબાદ નવરાત્રી પૂર્ણ થતાની સાથે જ અગિયારસના દિવસે તે આભૂષણો સરકારની ટ્રેઝરીમાં જમા થઈ જાય છે
રણુ તુળજા ભવાની માતા મહારાષ્ટ્રયન તથા ગુજરાતી પરિવારના કુળદેવી તરીકે પણ પૂજાય છે. પાદરા વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતનું આ સુપ્રસિદ્ધ મંદિર છે. મહારાષ્ટ્રીયન પરિવારો પણ ખૂબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે સાથે સાથે પાદરા વડોદરા જિલ્લા સહિત તમામ જગ્યાઓ પરથી ગુજરાતી પરિવારો પણ માતાજીની માનતા રાખી દર્શનાર્થે આવે છે ઉલ્લેખનીય છે કે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા તુળજા ભવાની માતાનું મંદિર અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરેલી પણ સાબિત થઈ છ
રણુના તુળજાભવાની માતાજીના મંદીર રવિવારના રોજ મા લક્ષ્મી અને મા સરસવતીના સ્વરૂપનો શણગાર કરવામાં આવે છે. મંદિરે ખાતે રવિવાર ના રોજ શ્રી યંત્ર નું પૂજન તેમજ હવન સહિતના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે આસો તેમજ ચૈત્ર માસના નવરાત્રી અને રવિવારના દિવસો મા રણુ મંદિરે માઇ ભક્તો ની ભારે ભીડ જોવા મળતી હોય છે
વિથ ઇનપુટ: ધર્મેશ પટેલ , ટીવી9 પાદરા