Vadodara: કરજણના લીલોડ ગામનો યુવક ગુમ થતા ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમના પુત્ર પર વ્યાજખોરીનો આરોપ

|

Jun 16, 2021 | 5:53 PM

Vadodara: કરજણના લીલોડ ગામનો 42 વર્ષનો યુવક 15 જૂનથી ગુમ છે, યુવકે ગુમ થયા પહેલા પત્ર લખી કરજણના ધારાસભ્ય (Karjan MLA) અક્ષય પટલે અને તેના પુત્ર પર વ્યાજખોરીનો આરોપ લગાવ્યો છે.

Vadodara: કરજણના લીલોડ ગામનો 42 વર્ષનો યુવક 15 જૂનથી ગુમ છે, યુવકે ગુમ થયા પહેલા પત્ર લખી કરજણના ધારાસભ્ય અક્ષય પટલે ((Karjan MLA) Akshy Patel) અને તેના પુત્ર પર વ્યાજખોરીનો આરોપ લગાવ્યો છે. પોલીસ પણ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

 

વડોદરાના કરજણના લીલોડ ગામનો હિતેષ 15 જૂનના બપોરના 2 કલાકથી ગુમ છે. યુવક એક પત્ર લખી ગુમ થયો છે. આ પત્રમાં આત્મહત્યા (suicide) કરવા જતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. હિતેષે કરજણના ધારાસભ્ય (Karjan MLA) અક્ષયપટેલ અને તેમના પુત્ર રુષિ પટેલ ઉપર વ્યાજખોરીનો આરોપ લગાવ્યો છે. યુવકે ધારાસભ્ય અક્ષય પટેલ સહિત 11 લોકોના ત્રાસથી કંટાળેલી ચીઠ્ઠી લખી છે.

 

કરજણના લીલોડ ગામનો 42 વર્ષનો હિતેષ નરેન્દ્ર વાળંદે પત્ર લખીને  ધારાસભ્ય અને તેના પુત્ર પર આરોપ લગાવ્યો છે. યુવક ગુમ થતાં જ પરીવારજનોએ શોધખોળ શરુ કરી હતી. શોધખોળ દરમિયાન યુવકની ગાડી લીલોડ ગામના નર્મદા ઘાટેથી મળી આવી છે.

 

કરજણના લીલોડ ગામનો યુવાન ગુમ થવાનો મામલે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય અક્ષય પટેલે પણ પોલીસની શરણ લીધી છે, રાજકીય કિન્નાખોરી રાખીને ગુમ યુવાને ચિઠ્ઠી લખ્યાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે.

 

હિતેષની પત્નીએ કરજણ પોલીસ સ્ટેશન (Police station)માં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. યુવક કયા કારણોસર ગુમ થયો છે તે કારણ હજુ અકબંધ છે. કરજણ પોલીસે પણ યુવકની જાણવા જોગ અરજી કરી શોધખોળ શરુ કરી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓના પ્રવેશ માટે GTUએ શરૂ કર્યું આગોતરૂ આયોજન

Next Video