VADODARA : VMCના કોન્ટ્રકટ સંચાલિત વાહનોના ડ્રાઈવરોએ કર્યું વિરોધ પ્રદર્શન, જાણો શું છે કારણ

|

Aug 11, 2021 | 3:54 PM

હાલ તમામ ડ્રાઈવરોએ VMC ના તમામ વાહનો વ્હિકલ પૂલ ખાતે મૂકી વાહનોની ચાવી જમા કરાવી દીધી છે. આ તમામ ડ્રાઈવરોએ કોન્ટ્રકટ કંપનીના મેનજરનો ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી છે.

VADODARA : વડોદરા મહાનગરપાલિકા (VMC)માં કોન્ટ્રકટ સંચાલિત વાહનોના ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વ્હિકલ પુલનો કોન્ટ્રાકટ વાઈટલ ફેસિલિટી પાસેથી છીનવી કોર સિકયુરિટીને આપતા ડ્રાઈવરોની મુશ્કેલી વધી છે. નવા કોન્ટ્રાકટર દ્વારા મનપાના વ્હિકલ ચલાવતા ડ્રાઈવરોનો આડેધડ પગાર કાપી લેતા રોષ વ્યાપ્યો છે.રોષે ભરાયેલા ડ્રાઈવરો આંદોલનના મૂડમાં જોવા મળ્યા છે અને હાલ તમામ ડ્રાઈવરોએ VMC ના તમામ વાહનો વ્હિકલ પૂલ ખાતે મૂકી વાહનોની ચાવી જમા કરાવી દીધી છે. આ તમામ ડ્રાઈવરોએ કોન્ટ્રકટ કંપનીના મેનજરનો ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી છે.

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કુલને DEOએ ફટકારી નોટીસ, નિયમ વિરુદ્ધ ધોરણ-8ના વર્ગો શરૂ કર્યા હતા

આ પણ વાંચો : સારા સમાચાર : રાજ્યમાં 17 ઓગષ્ટ બાદ મેઘમહેર થવાની હવામાન વિભાગની આગાહી, ખેડૂતોમાં આનંદ

Next Video