Vadodara : ઉત્તરપ્રદેશનો ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસ, આફમી ટ્રસ્ટની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

|

Aug 26, 2021 | 11:11 AM

આફમી ટ્રસ્ટની તપાસ કરી રહેલી વડોદરાની એસ.ઓ.જીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં ખુલ્યું છે કે આફમી ટ્રસ્ટને મળેલી 7.27 કરોડની રકમનો ઉપયોગ 100 કરતા વધુ મસ્જિદો બનાવવામાં થયો હતો.

Vadodara : ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આફમી ટ્રસ્ટની તપાસ કરી રહેલી વડોદરાની એસ.ઓ.જીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં ખુલ્યું છે કે આફમી ટ્રસ્ટને મળેલી 7.27 કરોડની રકમનો ઉપયોગ 100 કરતા વધુ મસ્જિદો બનાવવામાં થયો હતો.

જેમાં ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન જેવા 5 રાજ્યોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં મોટા ખુલાસા થતા વડોદરા પોલીસની ટીમ સલાઉદ્દીન અને મૌલાના ઉમરની કસ્ટડી માટે ઉત્તરપ્રદેશ રવાના થઇ છે. સાથે જ આરોપીઓ સાથે સંપર્ક ધરાવતા લોકોની તપાસ માટે પણ ટીમોને રવાના કરાઇ છે.

હવે એક નજર કરીએ અત્યાર સુધીની તપાસમાં થયેલા ખુલાસા પર,તો આફમી ટ્રસ્ટને દુબઈથી 24 કરોડ રૂપિયા મળ્યાનો ઘટસ્ફોટ થયો. દોઢ મહિનાથી વધુની તપાસના અંતે SOGએ સલાઉદ્દીન, મૌલાના ઉમર, ગૌતમ એહમદ સહિતના આરોપી સામે ગુનો દાખલ કર્યો. SOGએ આફમી ટ્રસ્ટનું ફાયનાન્શિયલ ઓડિટ કરાવ્યું.

જેમાં સંખ્યાબંધ નાણાંકીય હેરાફેરીના પુરાવા મળ્યાં. આફમી ટ્રસ્ટના ટેલી સોફ્ટવેરના એકાઉન્ટ અને ઈન્કમટેક્સમાં ફાઈલ કરેલા હિસાબમાં ભારે તફાવત જોવા મળ્યો. SOGની રડારમાં ભરૂચ અને દિલ્લીના હવાલા ઓપરેટર અને આંગડિયા પેઢી આવી છે.

તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે મૌલાના ઉમર બેથી ત્રણ વખત વડોદરા આવ્યા પછી આફમી ટ્રસ્ટમાં વિદેશથી મોટી રકમ જમા થઈ. તો વડોદરાનો સલાઉદ્દીન શેખ, CAA વિરૂદ્ધના પ્રદર્શન સમયે દિલ્લી ગયાના પુરાવા પણ મળ્યાં છે. FCRA અંતર્ગત 19 કરોડ વિદેશથી મંગાવી તે ઉદ્દેશ્યથી વિપરીત રકમ વાપરવામાં આવી છે. વિધવાઓની સહાય અને મેડિકલ કેમ્પ માટે વિદેશથી દાન મેળવ્યું. પરંતુ રકમ CAAના પ્રદર્શન અને કોમી તોફાનમાં પકડાયેલાને કાનૂની મદદ માટે વાપરી છે.

Next Video