Vadodara: હરિધામ સોખડા વિવાદના સમાધાન માટે હાઈકોર્ટમાં ત્રીજી બેઠક, પ્રબોધ સ્વામી ગેરહાજર

|

May 25, 2022 | 10:16 PM

વિવાદ ઉકેલવા માટે મળેલી બે સમાધાન બેઠકમાં બંને પક્ષોએ સમાધાન માટે તૈયારી દર્શાવી હતી અને બંને પક્ષો દ્વારા આશ્રમમાં શાંતિ સ્થપાય અને પહેલાની જેમ વાતાવરણ કેળવાય તેવા પ્રયાસ હાથ ધરાયા હતા.

Vadodara: હરિધામ સોખડા વિવાદના સમાધાન માટે હાઈકોર્ટમાં ત્રીજી બેઠક, પ્રબોધ સ્વામી ગેરહાજર
Sokhda haridham (File Image)

Follow us on

વડોદરા (Vadodara) ના હરિધામ સોખડા (Haridham Sokhada) માં ચાલી રહેલા વિવાદના સમાધાન માટે ગુજરાત હાઈકોર્ટમાં આજે ત્રીજી બેઠક મળી છે. બૉમ્બે હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એમ.એસ.શાહની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે. બેઠકમાં પ્રેમસ્વરૂપ સ્વામી તરફથી સમાધાન અંગેના મુદ્દાઓ રજૂ કરાશે. સમાધાન શક્ય બને છે કે કેમ તે બેઠકના અંતે નક્કી થશે. બેઠકમાં પ્રબોધ સ્વામી ગેરહાજર પણ તેમના જૂથના સંતો અને વકીલો હાજર છે. જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામી અને અન્ય સંતો પણ હાજર છે. મહત્વનું છે કે સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ ઉકેલવા માટે મળેલી પ્રથમ સમાધાન બેઠકમાં બંને પક્ષોએ સમાધાન માટે તૈયારી દર્શાવી હતી અને બંને પક્ષો દ્વારા આશ્રમમાં શાંતિ સ્થપાય અને પહેલાની જેમ વાતાવરણ કેળવાય તેવા પ્રયાસ હાથ ધરાયા હતા.

નોંધનીય છે કે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સોખડા હરિધામ મંદિરના ગાદી ને લઈને વિવાદ ચાલી રહ્યો છે જ્યારે પ્રેમસ્વરૂપ સ્વામીએ ગેરકાયદેસર રીતે સાધુ-સંતો અને હરિભક્તોને ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ સાથે હેબિયર્સ કોપર્સની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારાં વચગાળાનો હુક્મ આપીને બન્ને પક્ષને સમાધાન માટે હકારાત્મક વલણ રાખવા નિર્દેશ કર્યો હતો.

આ અગાઉ સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં 9મી મેના રોજ પહેલી બેઠક યોજાઈ હતી. હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં આ બેઠક મળી હતી. બેઠકમાં પ્રબોધ સ્વામી દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ સ્વીકારવાની તૈયારીઓ પણ દર્શાવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં જે પગલા ટ્રસ્ટ માટે લેવાયા છે તે પાછા ખેંચવામાં આવે અને ગુરુની હાજરીમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ ફરી રાખવામાં આવે તેવું જણાવાયું હતું.

Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ

ત્યાર બાદ 12મી મોના રોજ બીજી બેઠક મળી હતી. બોમ્બ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ.એસ.શાહની અધ્યક્ષતામાં હાઇકોર્ટના મીડિયેશન રૂમમાં આ બેઠક થઈ હતી. બેઠકમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી સાથે જ સિનિયર વકીલો સુધિર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાય હાજર રહ્યા હતા. પ્રબોધસ્વામી તરફથી સમાધાન અંગેના અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. જોકે તેમાં સમાધાન મુદ્દે કોઈ નિર્મય થઈ શક્યો નહો અને અને 25 મેના રોજ વધુ એક બેઠક યોજવાનું નક્કી કરાયું હતું.

Published On - 1:32 pm, Wed, 25 May 22

Next Article