Vadodara: બનાવવું હતું જંગલ, બની ગયો ઉકરડો ! અધિકારીઓનું અજ્ઞાન કરોડોમાં પડ્યું ! જંગલનો કેમ થયો ‘કચરો ?’

|

Apr 28, 2022 | 7:46 AM

વર્ષ 2018માં તે સમયના શાસકો દ્વારા આ ડંપિંગ સાઈટ હટાવી અહીં 8 હજારથી વધુ વૃક્ષોના છોડ વાવી મ્યુઝિયમ ઓફ ટ્રી ઉભુ કરવામાં આવ્યું હતું, પરંતુ યોગ્ય માવજતના અભાવે છોડ અને વૃક્ષો ઉગવાને બદલે સૂકાવા લાગ્યા.

Vadodara: બનાવવું હતું જંગલ, બની ગયો ઉકરડો ! અધિકારીઓનું અજ્ઞાન કરોડોમાં પડ્યું ! જંગલનો કેમ થયો ‘કચરો ?’
Vadodara Museum of Tree

Follow us on

વડોદરા (Vadodara) ના વડસરમાં નાગરિકોને વૃક્ષો, હરિયાળી અને સ્વચ્છ ઓક્સિજન મળે તે માટે શાસકોએ જંગલ (forest) બનાવવાનો એક નવો પ્રયોગ કર્યો, પણ લાખના બાર હજાર કરવા માટે જાણીતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Vadodara Municipal Corporation) ના અધુરું જ્ઞાન ધરાવતા અધિકારીઓને કારણે જંગલમાં મંગલને બદલે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. વડોદરા શહેરના વડસરમાં આવેલી ડંપિંગ સાઈટ ઉર્ફે ટ્રી મ્યુઝિયમ અને સાયકલ ટ્રેકની આ વાત છે. વડસરની આ વિશાળ જગ્યા આમ તો વિશ્વામિત્રી નદીની કોતર છે. પરંતુ નદીના ગણિત અને વિજ્ઞાનથી અજ્ઞાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ શહેરભરનો કચરો અહીં ઠાલવી આ જગ્યાની ભૂગોળ તો બદલી નાંખી, પરંતુ જળ, જમીન અને વાતાવરણ દૂષિત કરી નાખ્યુ. શહેરભરનો કચરો અહીં ઠાલવવામાં આવતા જમીન દૂષિત થતી ગઈ અને ભૂગર્ભ જળ પણ દૂષિત થયા.

કચરાનો ઢગલો ઊંચે જઈ રહ્યો હતો જેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે તેને સળગાવવા લાગતા વ્યાપક વાયુ પ્રદુષણ થવા લાગ્યું. જેને કારણે આસપાસની સોસાયટીઓના રહીશો પરેશાન થતાં વ્યાપક વિરોધ થયો. વર્ષ 2018માં તે સમયના શાસકો દ્વારા આ ડંપિંગ સાઈટ હટાવી અહીં 8 હજારથી વધુ વૃક્ષોના છોડ વાવી મ્યુઝિયમ ઓફ ટ્રી ઉભુ કરવામાં આવ્યું. પરંતુ યોગ્ય માવજતના અભાવે છોડ અને વૃક્ષો ઉગવાને બદલે સૂકાવા લાગ્યા. હાલ 5 હજાર જેટલા વૃક્ષો છે જે પણ મારવાના વાંકે જીવી રહ્યા છે.

4 વર્ષના ગાળામાં આ વૃક્ષો જે કદમાં વિકસવા વિસ્તરવા જોઈએ તે નથી થયા. પર્યાવરણવિદો કહી રહ્યા છે કે વૃક્ષો વાવવા માટે આ જગ્યા જ ખોટી પસંદ કરવામાં આવી છે. જ્યાં કચરો અને પ્લાસ્ટિક વર્ષો સુધી દટાયેલું રહ્યું હોય તેવી જમીનની ફળદ્રુપતા જ નષ્ટ થઇ ગઇ હોવાથી ત્યાં વૃક્ષો કેવી રીતે ઉછરી શકે ? પર્યાવરણવાદી અને કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવત કહે છે કે વૃક્ષોના છોડ વાવતા પૂર્વે જમીનની ટ્રીટમેન્ટ કરી હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વૃક્ષો ઉછેરવા માટેની આ જગ્યા જ નથી છતાં અહીં જો વૃક્ષોનું મ્યુઝિયમ બનાવ્યું તો તેના રખેવાળી માટે તાલીમબદ્ધ નિપુણ પૂરતો સ્ટાફ મુકવો જરૂરી હતો. તો જ તેનું સંપૂર્ણ સુપર વિઝન થાય અને આ જંગલ ખુશનુમા અને મંગલ થઈ શકે પરંતુ અફસોસ કે એવું કંઈ જ નથી કરાયું.

આ પણ વાંચોઃ Bhavnagar : કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓ પર પણ વરસ્યા

આ પણ વાંચોઃ  Ahmedabad : ગરમી સાથે જ પાણીજન્ય રોગચાળો વકર્યો, સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ ઉમટ્યા

Published On - 6:50 am, Wed, 27 April 22

Next Article