
વડોદરાના સમામાં આવેલી નૂતન વિધાલયમાં વિધાર્થીને માર મારવાની ઘટના ચર્ચાના ચકડોળે ચઢી હતી. આ ઘટનામાં પોલીસે મોટી કામગીરી કરતા શિક્ષક અનિલ પ્રજાપતિની ધરપકડ કરી છે. નોંધનીય છે કે શિક્ષકે ધોરણ-9ના વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને નાક અને કાનમાં ઇજા થઈ હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.
શિક્ષક અનિલ પ્રજાપતિ વિરુદ્ધ FIR કરવામાં આવી હતી. સીસીટીવીના ફૂટેજ મુજબ પોલીસ શિક્ષક સામે IPC ની કલમ 323 અને જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનામાં શિક્ષક અનિલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષકે ધોરણ 9ના વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારતા મોઢાના ભાગે ઇજા થઇ હતી.
નૂતન વિદ્યાલયમાં વિદ્યાર્થીને ધડાધડ ચારથી પાંચ થપ્પડ મારી દેનારા શિક્ષક અનિલ પ્રજાપતિ સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નૂતન વિદ્યાલયના શિક્ષકે એક વિદ્યાર્થીને ગાલ અને કાન પર લાફા માર્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.આ ઘટના બાદ વાલી સમાજના અગ્રણીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને શિક્ષકને ડિસમિસ કરવાની માંગણી કરી હોબાળો મચાવ્યો હતો. વાલીનો આક્ષેપ હતો કે બાળકને થપ્પચ માર્યા બાદ તેના કાનમાંથી લોહી નીકળ્યું હતું.
તારીખ 12 ડિસેમ્બરના રોજ સમા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલય સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષકે સામાન્ય બાબતમાં ગાલ અને કાન ઉપર લાફા મારતા વિદ્યાર્થીના કાનમાંથી લોહી નીકળ્યું હતું. વિદ્યાર્થિની માતાએ જણાવ્યું હતું કે તેમના બાળકની પાણીની બોટલ તેના સ્કૂલબેગ પર ઢોળાઈ હતી તે સમયે રિસેષનો સમય હતો. આથી બેગ સરખી રતા બાળકને ક્લાસરૂમમાં પહોંચતા મોડું થયું હતું અને આ કારણોસર શિક્ષકે તેમના બાળકને માર માર્યો હતો. આ અંગેના CCTV સામે આવતા વાલી મંડળની આગેવાનીમાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રતિલાલ પટેલને મળી શિક્ષકને તાત્કાલિક ડિસમિસ કરવાની લેખિત-મૌખિક રજૂઆત કરી હતી. હાલમાં આ ઘટનામાં શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.