Vadodara : ફાયર વિભાગનો થપ્પડ મારવાનો મામલો ગરમાયો, ઉપલા અધિકારીએ આક્ષેપ નકાર્યા

Vadodara : ફાયર વિભાગનો થપ્પડ મારવાનો મામલો ગરમાયો, ઉપલા અધિકારીએ આક્ષેપ નકાર્યા

| Edited By: | Updated on: Aug 21, 2021 | 7:13 PM

જ્યારે તો બીજી તરફ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા હતા. તેમજ સબ ફાયર ઓફિસર દર્શન કોઠારી સામે અયોગ્ય વ્યવહારના વળતા આક્ષેપો કર્યા હતા.

વડોદરા(Vadodara) ના ફાયર વિભાગમાં ફરી એકવાર થપ્પડ કાંડ ગૂંજ્યો છે . જેમાં ઉપલા અધિકારીની થપ્પડનો ખુદ અધિકારી જ શિકાર બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરા ફાયર વિભાગ(Fire Department) ના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પર સબ ફાયર ઓફિસર દર્શન કોઠારીએ થપ્પડ માર્યાનો આરોપ લગાવ્યો છે. જેમાં દર્શન કોઠારીનો સીધો આરોપ છે કે તેઓ જ્યારે રજા અંગે રજૂઆત કરવા ગયા તો ઉપલા અધિકારીએ જાણ્યા જોયા વગર લાફો ઝીંકી દીધો હતો.

જ્યારે તો બીજી તરફ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા હતા. તેમજ સબ ફાયર ઓફિસર દર્શન કોઠારી સામે અયોગ્ય વ્યવહારના વળતા આક્ષેપો કર્યા હતા.

આ અંગે જણાવતા અધિકારીએ જણાવ્યું હતું કે રજા માટે અને તેમજ લેખિતમાં સ્ટેશન બદલી માટે અરજી કરી હતી અને તેમણે મને પાર્કિગમાં લાફો માર્યો હતો. તેમજ આ અંગે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે તેમને નિયમ મુજબ રજા આપવામાં આવી છે તેમજ તેમનું વર્તન ખાતા સાથે બદલાઇ ગયું છે . તેમજ લાફો મારવાની બાબત ખોટી છે.

જયારે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું જે તેમની પર હાલ તપાસ પણ ચાલી રહી છે.

આ પણ વાંચો : બાપ રે..! બ્રેક ફેઈલ થઈ જતા ટ્રકે 17 ગાડીઓને લીધી હડફેટે, બજાર વચ્ચેની સમગ્ર ઘટના CCTV માં કેદ

આ  પણ વાંચો : IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સ્ટાર ઓલરાઉન્ડરને સમાવ્યો ટીમમાં, ત્રણ ફેરફાર સાથે નજર આવશે RCB

Published on: Aug 21, 2021 07:07 PM