Vadodara: વિશ્વામિત્રીના કાંઠે ચાલીતી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 10 હજાર લિટર વોશ અને 52 પીપળા દેશી દારૂનો જથ્થો પકડાયો

|

Apr 23, 2022 | 10:45 AM

સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ સાવલી પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે હસમુખ ઠાકોર નામના શખ્સની અટકાયત કરી છે. જ્યારે 3 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા (Vadodara)  જિલ્લામાં વિશ્વામિત્રી નદીના કાંઠે ચાલી રહેલી દારૂ (liquor) ની રેલમછેલ પર તવાઈ બોલાવવામાં આવી છે. ઘટના સાવલી તાલુકાના કલ્યાણપુર ગામની છે. જ્યાં ધમધમતા દેશી દારૂના ભઠ્ઠા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) એ દરોડો પાડ્યો છે. દરોડા (raid) ની કાર્યવાહીમાં દારૂ બનાવવાની સાધન-સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને 10 હજાર લિટર વોશ અને 52 પીપળા દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ સાવલી પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે હસમુખ ઠાકોર નામના શખ્સની અટકાયત કરી છે. જ્યારે 3 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ બનાવવાની ગેરપ્રવૃત્તિઓ ખુબ મોટાપાયે ચાલી રહી છે. ત્યારે પોલીસ આ દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ સદંતર બંધ કરાવવા માટે વારંવાર પ્રયાસો કરતી હોય છે. પરંતુ અંતરાયળ વિસ્તારોમાં ઝાડી ઝાંખડાઓની વચ્ચે નદી કિનારે ચાલતી ભઠ્ઠીઓ મળી આવવી મુશ્કેલ હોય છે. જેથી પોલીસે આ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપી પાડવા કાર્યવાહી કરી રહી છે. પોલીસ ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ કરી રહીં છે. ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં પોલીસને કેટલીક હદે મોટી સફળતા પણ પ્રાપ્ત થઇ છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવા ડ્રોનની મદદ લીધી હતી.

આ પણ વાંચોઃ ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ઓડિશામાં આલીશાન બંગલો અને બેન્ક એકાઉન્ટ સીઝ કરાયાં

આ પણ વાંચોઃ Banaskantha: દાંતાના પહાડી વિસ્તારમાં ગઈકાલે લાગેલી આગ હજુ પણ યથાવત, આગ પર કાબૂ મેળવવા બે ટીમો કામે લાગી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video